તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વિસાવદરના કાલસારી સરદાર પટેલ વિદ્યામંદિરમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન
નવા પ્રવેશ મેળવનાર બાળકોને તિલક કરીને, મીઠાઈ ખવડાવી અને શૈક્ષણિક કિટ અર્પણ કરી શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે સરદાર પટેલ વિદ્યામંદિરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનુ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં ડૉ.શેફાલિકા અવસ્થી (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી), જયશ્રીબેન ભિંભા (લાયઝન ઓફિસર), પરમાર, જિ. પં. સદસ્ય રાજેશભાઈ પાટડિયા, તા. પં. સદસ્ય કાજલબેન અમીપરા, નિવૃત્ત અધિકારી વઘાસિયા, તેમજ હંસરાજભાઈ રામાણી, કાલસારી પે સેન્ટર શાળાના આચાર્ય ગોપાલભાઈ સાવલિયા, શાળા-ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ અમીપરા, ઉપપ્રમુખ રાજેશભાઈ ભૂવા, મંત્રી અશ્વિનભાઈ સરધારા, આંગણવાડી સ્ટાફ તેમજ ગામના અગ્રણી પ્રકાશભાઈ ઢોલરીયા, મયુરભાઈ અમીપરા, પિયુષભાઈ ઢોલરીયા તેમજ ગ્રામજનો, વાલીઓની ઉપસ્થિતિમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને તિલક કરીને, મીઠાઈ ખવડાવી અને શૈક્ષણિક કિટ અર્પણ કરી શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના બાળકોમાં શાળામાં પ્રવેશવાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય વી.એમ.ઝાલાએ જણાવ્યું હતું કે, "પ્રવેશોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. વાલીઓએ તેમના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત બની શાળા સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ. શાળા-ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ અમીપરાએ જીવનમાં કેળવણીના મહત્વ વિશે વાત કરી હતી. ગામના વડીલો અને વાલીઓએ પણ શાળાની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સૌના મન જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે શાળા ના શિક્ષક એમ.જે.ટાંકે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમની સાથે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
