તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 18th July 2026
જામનગર અને ધ્રોલમાં વરસાદી ઝાપટાં સાથે ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ :જામવંથલીમાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ
જામનગર શહેરમાં ગઈકાલે સવારે વરસાદી ઝાપટું વરસી ગયા બાદ આખો દિવસ કોરો રહ્યો અને આજે પણ મેઘરાજાએ વિરામ રાખ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૮ : જામનગર શહેરમાં ગઈકાલે સવારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું, જો કે ત્યારબાદ આખો દિવસ કોરો રહ્યો હતો, અને આજે પણ મેઘરાજાએ વીરામ રાખ્યો છે. સાથે સાથે જામનગર જીલ્લાના ધ્રોલમાં બપોરે એક વરસાદનું ઝાપટું વરસી ગયું હતું અને ત્યાર પછી ઉઘાડ નીકળી ગયો હતો.
ત્યારબાદ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે. જિલ્લામાં સૌથી વધુ ૧૫ મી.મી. વરસાદ જામવંથલીમાં નોંધાયો હતો. જ્યારે મોટી ભલસાણમાં ૧૨ મી.મી., લૈયારા અને હરિપરમાં ૭-૭ મી.મી., દરેડમાં ૩ મી.મી. તેમજ વસઈ, લાખાબાવળ, ઘુનડા, પીપરટોડા, પડાણા અને મોડપરમાં ૨-૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય મોટાભાગના ગામોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ નોંધાયો નથી.
દરમિયાન, તા. ૧૮-૦૭-૨૦૨૬ના હવામાનના આંકડા મુજબ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૩.૦ ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને પવનની સરેરાશ ગતિ ૧૩.૩ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
