તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમા છૂટાછવાયાથી મધ્યમ અને સ્થાનિક રીતે ભારે વરસાદની શક્યતા
અમરેલી, જૂનાગઢ, ભાવનગર, મહુવા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના : સુરત, ભરૂચ, વડોદરા, નવસારી અને વલસાડ તરફ છૂટાછવાયા વરસાદની શક્યતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૨ : આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા થી મધ્યમ અને સ્થાનિક રીતે ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, મહુવા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને અમરેલી આસપાસ મોડેલમાં વધુ વરસાદના મજબૂત સંકેતો જોવા મળી રહ્યા છે.
રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વડોદરા, નવસારી અને વલસાડ તરફ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ પણ રહી શકે છે.
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સ્થાનિક વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં સંભાવના ઓછી દેખાઈ રહી છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
