<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મા આશાપુરાની જય બોલો રે, માવડી મઢવાળી

મા આશાપુરા કચ્‍છ ખાતે ૧૦ ઓકટોબરના નવરાત્રીના ઘટસ્‍થાપન સાથે પ્રારંભ થશે, ૧૮મીના હોમાદિક ક્રિયા, ૧૯મીએ મા આશાપુરાને જાતર (પત્રી) ચડાવાશે

ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલે નવરાત્રી પર્વ. ભારતીય સંસ્‍કળતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતના પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્‍ય સંસ્‍કળતિમાં શકિત ઉપાસનાનું સ્‍થાન અલોકિક અને અનોખું છે. આસ્‍થાની ઓભતા અનેક દેવ-દેવીઓના નામરૂપ ધરી કામણગારા કચ્‍છની ધન્‍યધરા માતાના મઢ બિરાજતા દેશદેવી માં આશાપુરાનું ભવ્‍ય મંદિર છે. જે ૧૯મી સદીનું ભવ્‍ય તીર્થધામ છે.

જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્‍ય રીતે ઉજવાય છે. શકિત સહાર અને કલ્‍યાણકારી છે. માં આશાપુરાનું સ્‍વરૂપ અજોડ, અનોઝું, અલોકિક છે. જયા આસો નવરાત્રી તા.૧૦.૧૦.૨૦૨૬ શનિવાર રાત્રે ૯:૩૦ કલાકે ઘટસ્‍થાપન થશે. આસો સુદ -૧ તા.૧૧.૧૦.૨૦૨૬ રવિવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.૧૮.૧૦.૨૦૨૬ આસો સુદ-૭ રવિવાર રાત્રે ૦૮-૩૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્‍યક્ષસ્‍થાને રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના હસ્‍તે પૂજાવિધિ શરૂ થશે. હવનવિધિ ગૌર મહારાજશ્રી મુળશંકર જોષી સમગ્ર પુજાદિધિ, શ્‍લોક શ્રુતિ પાઠ દ્વારા થશે. રાજવી પરિવારના સભ્‍યો માઇભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના ૧૨:૧૫ કલાકે રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી બીડું હોમશે.

આસો સુદ આઠમ તા.૧૯.૧૦.૨૦૨૬ સોમવાર કચ્‍છ રાજપરિવાર તથા ભાયતો આમંત્રિત મહેમાનોની ઉપસ્‍થિતમાં વિધિવિધાન રાજપરિવાર દ્વારા રાજવી મહારાજકુમાર હનુમંતસિંહજી તથા મહારાણી સાહેબા પ્રીતીદેવી માં આશાપુરા માતાજીને જાતર(પત્રી) સવારે ૭ કલાકે ચડાવશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે માં આશાપુરા દ્વારા ફુલ સ્‍વરૂપે રાજવી પરિવારને જાતર(પત્રી)નો પ્રસાદ આપે છે. આ રીતે કળયુગમાં પણ ચમત્‍કાર ગણાય છે. જેને પત્રી પ્રસાદ કહેવાય છે. માં આશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્વક પ્રાર્થના કરે છે. સમગ્ર દેશમાં વસ્‍તા માઇભકતોની રક્ષા કરશો. માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરશો. કચ્‍છ ભૂમિ મહિમાવતી છે. માં આશાપુરાના ભુવા ધ્રુવરાજસિંહ ચૌહાણ, અનિરૂધ્‍ધસિંહ ચૌહાણ, ગજુભા ચૌહાણ, મનુભા ચૌહાણ, પરિવાર ભુવા તરીકે વર્ષોથી સેવા કરે છે.

માં આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ જપ્તા અપાર શ્રધ્‍ધા અને વિશ્વાસઁ સ્‍નેહ સાથે પગપાળા જે હાથ લાગ્‍યું તે વાહન લઇ માં આશાપુરાના દર્શન કરવા સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ, ગુજરાત, મહારાષ્‍ટ્રમાંથી વિશાળ સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડે છે. ભાવિકો માં આશાપુરાના દિદાર કરવા ભીતરમાં ભીનાશ ભરી લાગણીના બીબાશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે માં આશાપુરાનું નામ લેતા ઉર્મિના ઉછળે માં આશાપુરાના દર્શન કરવા નવરાત્રી દરમ્‍યાન લાખો ભાવિકો માં આશાપુરા ધામ કચ્‍છ ખાતે આવે છે. સમગ્ર કચ્‍છ માં આશાપુરાના નાદથી ગુંજી ઉઠે છે. કચ્‍છ ભૂમિ મૈમાંવંતી છે.

અહી જગડુશાની દાતારી, મિયા ફકલની રાજભકિત, શ્‍યામકળષ્‍ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાણીની વિરતા, સંત મેકરણા દાદાની માનવતા, જેસલની ભકિત, તોરલની શકિત આત્‍મસમર્પણ આ ધરાને અજવાળી છે. કચ્‍છી માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્‍છનું ઝમીર ખુમારવંતી પ્રજા માં આશાપુરાના દર્શન કરવા, પગપાળા, આવતા ભાવિકોની વિનામૂલ્‍યે, વિના સંકોચે સેવા એજ ધર્મના ઉદેશની નાના મોટા કેમ્‍પો, સેવા કેન્‍દ્રો, નાતજાતના ભેદભાવ વગર ૨૪ કલાક નિસ્‍વાર્થ સેવા કચ્‍છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્‍યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના-મઢ જાગીર ટ્રસ્‍ટ દ્વારા ભાવિકો માટે રહેવા, જમવાની વિનામુલ્‍યે સગવડ પુરી પાડવામાં આવે છે. સ્‍થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા, કાર્યાલયમાં પ્રતાપસિંહ, દશરથસિંહ, મનોજભાઇ, ચંપકભાઈ ખંતપૂર્વક સેવા આપે છે. માં આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. માં આશાપુરાની જય બોલો રે, માવડી મઢવાળી.

(2:40 PM IST)