તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 23rd April 2026
સાવરકુંડલાઃ સમર્થ ક્રિકેટ એકેડમીના વ્રજ ત્રિવેદી ગુજરાત U17 SGFI ટીમના કેપ્ટન, જય ચંદુ વાઇસ કેપ્ટન બન્યા
બંને ખેલાડીઓ તેલંગણા ખાતે ટુર્નામેન્ટમાં ભાગ લેશેઃ અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા અભિનંદન

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૩ :.. સમર્થ ક્રિકેટ એકેડમી માટે ગૌરવની ક્ષણ આવી છે. એકેડમીના ખેલાડી વ્રજ ત્રિવેદીની ગુજરાત SGFI U૧૭ ટીમના કેપ્ટન તરીકે અને જય ચંદુની વાઇસ કેપ્ટન તરીકે પસંદગી થઈ છે. બંને ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તેલંગણા ખાતે જશે.
વ્રજ ત્રિવેદીએ અગાઉ અન્ડર-૧૪ અને અન્ડર-૧૬ સ્તરે રિલાયન્સ જીવન અને વિજય મર્ચન્ટ તથા U17 SGFI ગુજરાત ૨૦૨૫ જેવી પ્રતિષ્ઠિત ટ્રોફીમાં પસંદગી મેળવી સમર્થ ક્રિકેટ એકેડમી તેમજ અમરેલી જિલ્લાનું નામ ગૌરવથી ઊંચું રાખ્યું છે. આ તેની સતત મહેનત, અનુશાસન અને પ્રતિભાનું ઉત્તમ પ્રતિબિંબ છે.
આ સિદ્ધિ માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ આખી એકેડમી અને અમરેલી જિલ્લા માટે ગર્વની બાબત છે. બંને ખેલાડીઓને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પી.પી. સોજીત્રા, અર્જુનભાઈ સોજીત્રા, શૈલેષભાઈ સંઘાણી, દાદાબાપુ ચિસ્તી તથા એસોસિયેશનના સેક્રેટરી અને સમર્થ ક્રિકેટ એકેડમીના હેડ કોચ મયુરભાઈ ગોરખીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
