તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઇવે ફરી વરસાદી પાણીમાં ગરક: વાહન વ્યવહાર બંધ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું સ્થળ નિરીક્ષણ
સતત વરસાદથી રસ્તા પર પાણી ફરી વળતા તંત્રએ અવરજવર બંધ કરાવી : સ્થાનિકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના અપાઈ

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૨૪ : સતત વરસી રહેલા વરસાદના કારણે સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઇવે પર ફરી પાણી ફરી વળ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદને કારણે હાઇવેના નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ જતા બંને બાજુથી વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા આ માર્ગ પર અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પરિસ્થિતિને પગલે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને પાણીનો નિકાલ વહેલી તકે કરવા સૂચનાઓ આપી હતી.
તંત્ર દ્વારા નાગરિકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે. પાણી ઓસરે ત્યાં સુધી હાઇવે બંધ રહેશે.
વિસ્તારમાં હજુ પણ વરસાદ ચાલુ હોવાથી સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
