<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સાવરકુંડલાઃ બરોડા માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી નઇમ બેગ મિર્ઝાને સોંપાઈ

જીપીસીસી પ્રમુખ અમિત ચાવડાએ સોંપી મોટી જવાબદારીઃ સંગઠન અને ચૂંટણી પ્રક્રિયાના અનુભવને કારણે મળ્‍યો વિશ્વાસ, કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૧૪: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બરોડાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્‍યો છે. GPCC પ્રમુખ અમિતભાઈ ચાવડાએ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની સકલન સહિતની તમામ જવાબદારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ર્ંનઇમ બેગ મિર્ર્ઝાંને સોંપી છે.

સાથે જ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નઇમ બેગ મિર્ઝાની AICC ડેલી ગેટ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂક બાદ અરવલ્‍લી સહિત સમગ્ર ગુજરાતના કોંગ્રેસી નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેમણે શુભેચ્‍છાઓ પાઠવી છે.

 નઇમ બેગ મિર્ઝાને આ જવાબદારી તેમના સંગઠન કૌશલ્‍ય, ચૂંટણી પ્રક્રિયાની સકલનની આવડત અને નિષ્‍ણાત અનુભવના કારણે સોંપવામાં આવી છે. છેલ્‍લા ૧૦ વર્ષમાં ગુજરાત કોંગ્રેસના તમામ પ્રમુખોએ તેમને મહત્‍વની જવાબદારીઓ સોંપી હતી અને તેમની કામગીરી નોંધપાત્ર રહી છે.

AICCના આગેવાનોએ પણ તેમની કામગીરીની નોંધ લીધા બાદ ડેલી ગેટ તરીકે નિમણૂક કરી છે. અગાઉ સોંપવામાં આવેલી જવાબદારીઓ તેમણે અસરકારક રીતે નિભાવી હોવાનું GPCC અને AICCના વિશ્વાસપાત્ર વર્તુળો જણાવી રહ્યા છે.

બરોડાની માંજલપુર બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી છે. ત્‍યારે ચૂંટણીની તમામ પ્રક્રિયાનું સંકલન, બૂથ મેનેજમેન્‍ટ, કાર્યકરોની ગોઠવણી અને પ્રચારની રણનીતિની જવાબદારી હવે નઇમ બેગ મિર્ઝા સંભાળશે.

નિમણૂક બાદ નઇમ બેગ મિર્ઝાએ જણાવ્‍યું કે, પ્રદેશ નેતૃત્‍વએ જે વિશ્વાસ મૂક્‍યો છે તેને તેઓ પૂરેપૂરો ન્‍યાય આપશે અને માંજલપુરમાં કોંગ્રેસનો વિજય સુનિヘતિ કરવા તમામ પ્રયાસો કરશે.

કોંગ્રેસ કાર્યકરો માની રહ્યા છે કે અનુભવી નેતાને જવાબદારી મળતા પેટા ચૂંટણીમાં પક્ષને ફાયદો થશે.

(10:18 AM IST)