<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટા જો કે અસહ્ય ઉકળાટ યથાવતઃ લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા.૨૮: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ગરમીએ હાહાકાર મચાવ્‍યો છે અને લોકો તોબા પોકારી ગયા છે ત્‍યારે આજે પવનના સૂસવાટા ફૂંકાઇ રહયા છે.

ભાવનગર

ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. આજે પણ  ૪૧.૭ ડિગ્રી ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. બપોરે ૩૨ કિ.મી. ની ઝડપે ગરમ લુ ફેકાઈ હતી. બફારો ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

 ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે લઘુતમ તાપમાન ૨૮.૩ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩ ટકા રહ્યું હતું. જ્‍યારે પવનની ઝડપ ૩૨  કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદબદિયાણી દ્વારા) જામનગરઃ મહત્તમ તાપમાન ૩૭.૮, લઘુતમ ૨૮, ભેજ ૬૭ ટકા અને પવનની ઝડપ ૧૭.૪ કિ.મી. પ્રઢતી કલાક રહી

(12:22 PM IST)