તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
સૌરાષ્ટ્ર પાસે પ્રતિભા છેઃ હવે તેને સંસ્થાઓની જરૂર છે
બે વિધાર્થીઓ, બે રાષ્ટ્રીય પરીક્ષાઓ અને એક સામાન્ય પ્રશ્ન : શ્રેષ્ઠ તકો આજે પણ પ્રદેશની બહાર જ કેમ રહેવી જોઈએ? આઈઆઈઈએસટી શિબપુર એક વર્તમાન એન્જિનિયરિંગ સંસ્થા, જેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવી એન્જિનિયરિંગમાં પ્રવેશ જેઈઈ મેઈન દ્વારા વાણિજ્યમાં પ્રવેશ સીયુઈટી દ્વારા, રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા, ગુજરાત પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે. ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટઃએક વર્તમાન સરકારી કેમ્પસ, જે ઘણી મોટી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાનો પાયો બની શકે. બે વિદ્યાર્થીઓ, એક જ સમસ્યા

કલ્પના કરો કે સૌરાષ્ટ્રમાં બે વિધાર્થીઓ મોટા થઈ રહ્યા છે. એક વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે છે. તે રાજકોટમાં અભ્યાસ કરે છે, જેઈઈ એડવાન્સ્ડ (JEE Advanced) માટે તૈયારી કરે છે અને ઉત્તમ રેન્ક મેળવે છે જે સાબિત કરે છે કે સૌરાષ્ટ્રમાં ભણેલો વિદ્યાર્થી દેશના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે છે.
બીજી વિદ્યાર્થિની વાણિજ્ય પ્રવાહ પસંદ કરે છે. તે સૌરાષ્ટ્રમાં અભ્યાસ કરે છે, સીયુઈટી-યુજી (CUET-UG) માટે તૈયારી કરે છે અને ઉત્કૃષ્ટ રેન્ક મેળવે છે.
બે વિધાર્થીઓ. બે અલગ પ્રવાહ. બે અલગ રાષ્ટ્રીય પરીક્ષાઓ. પરંતુ પછી બંને સામે એક જ પ્રશ્ન આવે છેઃ સૌરાષ્ટ્ર છોડ્યા વિના તેઓ રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવી શકે?
એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટે સ્પષ્ટ વિકલ્પો આઈઆઈટી (IIT), એનઆઈટી (NIT), આઈઆઈઆઈટી (IIIT) અને પ્રદેશની બહારની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. કોમર્સ વિદ્યાર્થી માટે પણ કોમર્સ, ફાઇનાન્સ અને મેનેજમેન્ટની સૌથી મજબૂત તકો એ જ રીતે સૌરાષ્ટ્રની બહાર કેન્દ્રિત છે.
સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીઓ, કોલેજો અને હજારો વિદ્યાર્થીઓ છે, પરંતુ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કે કોમર્સ અને મેનેજમેન્ટ બેમાંથી એકેય ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા નથી. ક્ષમતા છે; ખામી અદ્યતન સંશોધન, વિશેષ અભ્યાસક્રમો, ઉચ્ચ કક્ષાની પ્રયોગશાળાઓ અને રાષ્ટ્રીય કોર્પોરેટ નેટવર્કમાં છે.
આ પ્રતિભાની સમસ્યા નથી
આ તકની સમસ્યા છે
સારો રેન્ક દરવાજો ખોલે છે પણ એ દરવાજો ઘણીવાર સૌરાષ્ટ્રની બહાર હોય છે
ગુજરાત પર નજર કરીએ તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતે ઘણું વધુ વ્યાપક ઉચ્ચ શિક્ષણ તંત્ર વિકસાવ્યું છે, જેમાં નિરમા યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (અગાઉ DA-IICT), સેપ્ટ યુનિવર્સિટી (CEPT), સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ, આઈઆઈઆઈટી વડોદરા અને એસવીએનઆઈટી સુરત જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતના આ પ્રદેશોનો વિધાર્થી રાષ્ટ્રીય પરીક્ષામાં સારું પ્રદર્શન કરે તો રાજ્યની અંદર જ અનેક ઉચ્ચ ગુણવત્તાવાળી સંસ્થાઓ ઉપલબ્ધ છે. આવો વિદ્યાર્થી પોતાની મહત્ત્વાકર્કાક્ષાને અનુરૂપ સંસ્થા પસંદ કરી શકે છે અને ગુજરાતમાં જ રહી શકે છે ફક્ત કોલેજ માટે નહીં, પરંતુ ઇન્ટર્નશિપ, વ્યાવસાયિક નેટવર્ક, રોજગાર અને આખરે વ્યવસાય કે ઉદ્યોગસાહસ માટે પણ.
આનાથી કોલેજની બેઠક કરતાં પણ વધુ મહત્ત્વનું કંઈક સર્જાય છેઃ વિદ્યાર્થીની આસપાસ એક સંપૂર્ણ તંત્ર.
શૈક્ષણિક સંસ્થા એવી ધુરી બની જાય છે જે પ્રતિભાને પ્રદેશ સાથે જોડી રાખે છે.
સૌરાષ્ટ્રના વિદ્યાર્થી માટે વિકલ્પ ઓછા છે. પરીક્ષા રાષ્ટ્રીય છે. પ્રતિભા રાષ્ટ્રીય છે. પરંતુ સૌરાષ્ટ્રની અંદરની તક હજુ એ સ્તરે નથી અને કોલેજ માટે બહાર જવું વિદ્યાર્થીનું આખું ભવિષ્ય બદલી શકે છે. ઇન્ટર્નશિપ બહાર થાય છે. વ્યાવસાયિક નેટવર્ક બહાર બંધાય છે. પ્રથમ નોકરી બહાર મળે છે. વ્યવસાયની તકો બહાર ઊભી થાય છે.
તેથી સૌરાષ્ટ્ર એવા એન્જિનિયરો, સંશોધકો, ફાઇનાન્સ વ્યાવસાયિકો, મેનેજરો અને ઉદ્યોગસાહસિકોને ગુમાવવાનું જોખમ વેઠે છે, જેઓ તેના આર્થિક વિકાસના આગામી તબક્કામાં યોગદાન આપી શક્યા હોત.
ભારતમાં આનું ઉદાહરણ પહેલેથી છે
બંગાળ એન્જિનિયરિંગએન્ડ સાયન્સ યુનિવર્સિટી, શિબપુર (BESU) આનું મહત્વનું ઉદાહરણ છે.આનંદકૃષ્ણન સમિતિની ભલામણોના આધારે ભારત સરકારે BESU નો કબજો લીધો અને તેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી, શિબપુરમાં પરિવર્તિત કરી. સંસદે NITSER અધિનિયમ, ૨૦૦૭ માં સુધારો કર્યો અને ૪ માર્ચ ૨૦૧૪ ના રોજ આ સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, જેનાથી આઈઆઈઈએસટી શિબપુરને શિક્ષણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત થયો.
આનો બોધપાઠ મહત્ત્વનો છેઃ રાષ્ટ્રીય સંસ્થાની શરૂઆત તદ્દન નવા કેમ્પસથી થવી જરૂરી નથી. વર્તમાન સંસ્થા પણ વિકસી શકે છે કોલેજથી યુનિવર્સિટી અને આખરે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા સુધી જ્યારે તેની શૈક્ષણિક ક્ષમતા અને રાષ્ટ્રીય હિત તેને યોગ્ય ઠેરવે.એટલા માટે જ શિબપુરનું આ ઉદાહરણ સૌરાષ્ટ્રમાં ધ્યાન આપવાને પાત્ર છે.
રાજકોટ માટે આ જ શક્યતા કેમ ન તપાસીએ?
ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ પહેલેથી અસ્તિત્વમાં છે. કેમ્પસ છે. શૈક્ષણિક માળખું છે. વિદ્યાર્થીઓ ત્યાં પહેલેથી અભ્યાસ કરી રહ્યા છે.
પ્રસ્તાવ એ છે કે તપાસવામાં આવે કે આઈઆઈટી બોમ્બેને શૈક્ષણિક માર્ગદર્શક બનાવીને આ કોલેજને આખરે આઈઆઈઈએસટી રાજકોટમાં પરિવર્તિત કરી શકાય કે નહી.
ઉદ્દેશ ફક્ત નામ બદલવાનો નથી. મહત્ત્વાકાંક્ષા એ છે કે નોંધપાત્ર રીતે વધુ મજબૂત શૈક્ષણિક તંત્ર ઊભું કરવામાં આવે, જેમાં આઈઆઈટી બોમ્બે અદ્યતન અભ્યાસક્રમ, પ્રયોગશાળાઓના આધુનિકીકરણ, અદ્યતન સંશોધન કાર્યક્રમો, વધુ મજબૂત ફેકલ્ટી ધોરણો અને ઉધોગ સાથે ગાઢ જોડાણમાં યોગદાન આપે.
સૌરાષ્ટ્રના ઔધોગિક સ્વરૂપને કારણે આ વિશેષ મૂલ્યવાન બની શકે. રાજકોટનો એન્જિનિયરિંગ વિદ્યાર્થી પ્રદેશના ઉત્પાદન ક્ષેત્રમાંથી ઊભા થતા પ્રશ્નો પર કામ કરી શકે. મોરબીની કંપની અદ્યતન મટીરિયલ સંશોધન અને પરીક્ષણ સુવિધા મેળવી શકે. સ્થાનિક સ્તરે થયેલા સંશોધનમાંથી એન્જાિનિયરિગ સ્ટાર્ટઅપ ઊભું થઈ શકે.
દરેક ઉચ્ચ કક્ષાની તક માટે સૌરાષ્ટ્રની બહાર જોવાને બદલે, પ્રદેશ પોતે જ ધીમે ધીમે શિક્ષણ, સંશોધન અને નવીનતાનું તંત્ર બની શકે.
કોમર્સ અને મેનેજમેન્ટમાં પણ આ જ ખામી છે
સૌરાષ્ટ્રમાં ઉદ્યોગસાહસ, વેપાર અને નિકાસની મજબૂત સંસ્કૃતિ છે, તેમ છતાં કોમર્સ અને મેનેજમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા નથી.
તેથી જ આ પ્રસ્તાવમાં પડધરી સ્થિત કવિ શ્રી દાદ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને સેન્ટ્રલ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના સંભવિત પાયા તરીકે પણ ઓળખવામાં આવી છે.
આ મોડેલમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શૈક્ષણિક માર્ગદર્શન અને એક કેન્દ્રીય શૈક્ષણિક ઢાંચાની કલ્પના છે, જેમાં ફાઇનાન્શિયલ એનાલિટિક્સ, કોર્પોરેટ ફાઇનાન્સ, બેન્કિંગ અને ફિનટેક તથા આંતરરાષ્ટ્રીય વેપાર જેવા ક્ષેત્રોમાં આધુનિક અભ્યાસક્રમો હશે.
બીજા શબ્દોમાં, આ પ્રસ્તાવ બંને મુખ્ય પ્રવાહોને સાથે આવરી લે છેઃ એન્જાિનિયરિગ અને કોમર્સ.
રાષ્ટ્રીય સંસ્થાઓ, પરંતુ ગુજરાત સાથે મજબૂત જોડાણ
સૌરાષ્ટ્ર પાસે વિકલ્પ
હોવો જોઈએ
ધ્યેય દરેક વિદ્યાર્થીને સૌરાષ્ટ્રમાં રોકી રાખવાનો ન હોવો જોઈએ. ધ્યેય એ હોવો જોઈએ કે અહીં રહેવું પણ સમાન રીતે વિશ્વસનીય વિકલ્પ બને.
સૌરાષ્ટ્ર પાસે વિદ્યાર્થીઓ છે. ઉદ્યોગો છે. ઉદ્યોગસાહસિકો છે. વર્તમાન કેમ્પસ છે. હવે તેને જરૂર છે રાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓની, જે તેની પ્રતિભાને તેના આર્થિક ભવિષ્ય સાથે જોડે.
શિબપુરનો બોધપાઠ પ્રભાવશાળી છેઃ રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા સર્જવાની શરૂઆત નવી ઇમારતથી થવી જરૂરી નથી. તેની શરૂઆત પહેલેથી અસ્તિત્વમાં હોય તેવી સંસ્થાની ક્ષમતાને ઓળખવાથી થઈ શકે. (૪૧.૫)
આલેખનઃ
અંકુર પી. મોર
મો.૯૪૦૮૮ ૮૮૮૯૦
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
