News of Thursday, 1st October 2026
મોરબી વોર્ડ નં. ૬ના કોર્પોરેટર દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ
શનાળા રોડ સ્થિત સિદ્ધિવિનાયક વાડી ખાતે કાર્યક્રમ યોજાશે : કેજીથી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનું થશે સન્માન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૧ : મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન અને વોર્ડ નંબર ૬ ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નંબર ૬ ના કેજી તથા ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શ્નસરસ્વતી સન્માન સમારોહઙ્ખનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સન્માન સમારોહ તારીખ ૦૪-૧૦-૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે શનાળા મેઈન રોડ પર આવેલ સત્યમ પાન વાળી શેરી સ્થિત સિદ્ધિવિનાયક વાડી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં કેજીથી લઈને ધોરણ ૧૨ સુધીના મેધાવી અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને તેઓ વધુ પ્રગતિ કરે તે હેતુથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ઉપસ્થિત રહેવા સંલગ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
