<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

સાળંગપુરધામ શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા-દક્ષિણ ભારતીય મંદિર શૈલીની થીમ પર શણગાર : સુખડીનો અન્નકૂટ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારી પ.પૂ.સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ મહિના અંતર્ગત સાંજે શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન, સંધ્યા આરતી : દૈનિક મારુતિ યજ્ઞ

રાજકોટ તા.૧૬ : “આવ્યો પાવન શ્રાવણ માસ, પાયો મેને શ્રી ચરણમે વાસ...” શ્રાવણ માસ અંતર્ગત સાળંગપુરધામ શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા એવં દક્ષિણ ભારતીય મંદિર શૈલીની થીમ પર શણગાર સાથે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. 

             ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે રવિવારે શ્રીકષ્ટભજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા એવં દક્ષિણ ભારતીય મંદિર શૈલીની થીમનો શણગાર સાથે દાદાના સિંહસને લાલ-સફેદ-ગુલાબી ગુલાબ વિવિધ પુષ્પોના ભવ્ય તોરણો અને માળાઓથી શણગારવામાં આવ્યું  છે. 

            સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાને સુખડીનો અન્નકૂટ ધરાવામાં આવ્યો  હતો. મંદિર યજ્ઞશાળામાં  મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી. 

આજે રવિવારે સાંજે 4:45 કલાકે શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે. 

પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રીહરિ મંદિરમાં ભવ્ય તથા  દિવ્ય હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રીહરી,શ્રી રાધા-કૃષ્ણ દેવના હિંડોળા દર્શન તેમજ ભગવાનના ચરણારવિંદની વિશેષ દર્શનની કલા સજાવટ અને મૂર્તિઓ નિહારી સૌ કોઈ ભક્તો પ્રભાવિત અને ભાવવિભોર થયા હતા. 

        પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે 5:00 થી 6:30 કલાકનો રહેશે. 

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાને

 શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી  આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 04:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.04 સપ્ટેમ્બર 2026ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે.

સંપૂણૅ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવમા પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.

(12:54 PM IST)