<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આકર્ષક એમ્બ્રોઇડરી વર્ક-ફૂલોની ડિઝાઈનવાળા વિશેષ દિવ્ય વાઘા-ફૂલોનો શણગાર : દર્શન માટે ભક્તોની અવિરત ભીડ : સુંદરકાંડ પાઠ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન : ભક્તોનો અદમ્ય ઉત્સાહ અને ભક્તિભાવ

રાજકોટ તા.૧૨ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે આકર્ષક એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલોની ડિઝાઈનવાળા વિશેષ દિવ્ય વાઘા અને ફૂલોનો શણગાર પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કરવામાં આવ્યો છે.ભક્તો માટે દર્શન, મહાપ્રસાદ અને પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

                સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સવારે ૦૭:૦૦ કલાકે શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.

               શ્રી હરિ મંદિરમાં  ધવલકુમારજી અને અન્ય ભક્તો દ્વારા સંગીતમય શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં  ભક્તોની ભીડ અવિરતપણે જારી છે.  ભક્તોનો અદમ્ય ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.

(11:09 AM IST)