<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પૂનમ નિમિતે 'દરિયાઈ સૃષ્ટિ' આધારિત ફૂલોનો દિવ્ય શણગાર : ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૨૬ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે

પૂનમ અને શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફૂલોનો દિવ્ય શણગાર એવં 'અંડરવોટર થીમ'(દરિયાઈ સૃષ્ટિ) આધારિત શણગાર કરી ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.

         શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદિરમાં ગર્ભગૃહમાં સિંહાસનને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. સવારે 5:30 કલાકે  મંગળા આરતી  અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન આરાયું હતું. અનેક ભક્તો દ્વારા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ધજા ચઢાવાઈ હતી. આ દર્શન અને મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.

             મહત્વનું છે કે,શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને

 દરિયાઈ થીમ અનુસાર સુંદર શ્વેત વસ્ત્રો અને મોતી તથા ફૂલોથી મઢેલા હંસ આકારના વિશેષ વાઘાનો શણગાર ધરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં દરિયાઈ પરવાળા વિશાળ શંખ, મોતી અને સમુદ્રની સુંદર કલાત્મક ઝાંખી ઊભી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે 

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને  છપ્પન ભોગ અન્નકૂટમાં મિઠાઈઓ, ફરસાણ અને પકવાન્નોનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. 

સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને  દિવ્ય  શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવશે,  સાંજે 07:00  કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની દિવ્ય સંધ્યા આરતી કલાકે કરવામાં આવશે.

(9:32 AM IST)