<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા-ફુલોનો શણગાર : અનેકવિધ વાનગીનો ભવ્ય અને દિવ્ય મહાઅન્નકૂટ : અલૌકિક દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનમાં આયોજન:આજે ઠાકોરજી અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ વાનગીઓની સાથે છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો

રાજકોટ તા.૯    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનમાં દિવ્ય વાઘા-ફુલોનો શણગાર તથા  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અનેકવિધ વાનગીનો ભવ્ય અને દિવ્ય મહાઅન્નકૂટ ધરાવાયો હતો.

         આજે સવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને

મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આજે ઠાકોરજી અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ વાનગીઓની સાથે છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો. જેની આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.શ્રી દરબારગઢમાં પણ નૂતનવર્ષે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના અલૌકિક દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા હતા.

પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું કે,શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દરબારમાંથી આપ સૌને જય શ્રીરામ અને જય શ્રીસ્વામિનારાયણ.. આજે હનુમાનજી મહારાજને ભવ્ય તથા દિવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. અનેકવિધ વાનગીઓ, મીઠાઈઓ,પકવાન,ફરસાણ અને અનેક પ્રકારના શાકભાજી સાથે દાળભાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને

 અર્પણ કરવામાં આવ્યું છે. આ અન્નકૂટ હનુમાનજી મહારાજને જમાડી લાડલા ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે, અમારું જૂનું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ નવું વર્ષ આપ સૌને ગમે એવું જાય એવી પ્રાર્થના.

(4:48 PM IST)