<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

જુનાગઢમાં ગિરનાર અને ભવનાથના સાધુ સંતોએ લોકોને મતદાન કરવાની અપીલ કરી

સારા પ્રતિનિધિને ચૂંટીને સ્થાનિક વિસ્તારો અને ગ્રામ્ય લેવલે સારો વિકાસ થાય તે માટે તમામ મતદારને મતદાન કરવાની અપીલ કરાઈ

જૂનાગઢ : આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જુનાગઢમાં ગિરનાર અને ભવનાથના સાધુ સંતોએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. સાધુ-સંતોના મત મુજબ સારા પ્રતિનિધિને ચૂંટીને સ્થાનિક વિસ્તારો અને ગ્રામ્ય લેવલે સારો વિકાસ થાય તે માટે તમામ મતદારને મતદાન કરવાની અપીલ કરાઈ છે. ત્યારે ભવનાથના અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરીને સારો જનપ્રતિનિધી ચૂંટવા માટે અપીલ કરી છે. મહત્વનું છે કે ચૂંટણી તે લોકશાહીનો પર્વ છે. ત્યારે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવી તે દરેક નાગરિકની ફરજ છે. ત્યારે ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ પણ તમામ લોકોને અચૂક મતદાન કરવાની અપીલ કરી છે.

(10:58 PM IST)