<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પોરબંદરના દરિયામાં ફિશીંગ બોટમાંથી અકસ્‍માતે પડી જતા ખલાસીનું મોત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૪: દરિયામાં ફિશીંગ કરતી વખતે બોટમાંથી અકસ્‍માતે પડી ગયેલ મુળ નવસારીના ખલાસી મુકેશભાઇ રવજીભાઇનું ડુબી જવાથી મૃત્‍યુ નીપજ્‍યું હતું.

આ બનાવની નવીબંદર મરીન પોલીસ સ્‍ટેશનમાં જાણ નવસારીના કિરણકુમાર મોહનભાઇએ કરતા નવીબંદર મરીન પોલીસ સ્‍ટેશનના એએસઆઇ ડી.એ. ઓડેદરા તપાસ ચલાવી રહયા છે.

(11:13 AM IST)