<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

જામનગરમાં ૮૦ વર્ષના દેવાયતભાઇ વારોતરીયાની હત્‍યા કરનાર સાગર વસરા ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૬ :  જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે  હત્‍યાનો બનાવ બન્‍યો હતો. જેમાં મસ્‍તી કરવાના મામલે વૃદ્ધની કરપીણ હત્‍યા થઈ હોવાનું  ખુલ્‍યુ હતું.

જામનગરના શરૂસેક્‍શન રોડ વિસ્‍તારમાં હત્‍યાનો બનાવ સામે આવ્‍યો છે. પ્રાથમિક માહિતી મુજબ ૮૦ વર્ષીય દેવાયતભાઈ વારોતરીયા પર અજાણ્‍યા શખ્‍સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્‍ત થયેલા દેવાયતભાઈનું ઘટનાસ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.  આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને સ્‍થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હત્‍યારો નાસી છૂટયો હોવાનું જાણવા મળતા તેમને દબોચી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી. હત્‍યાના આ બનાવમાં  સંડોવાયેલ સાગર મારખી ભાઈ વસરા નામના શખ્‍સની શોધખોળ હાથ ધરી ઝડપી પાડ્‍યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન આ હત્‍યા પાછળનું કારણ મશ્‍કરી કરતા ઉશ્‍કેરાયેલા યુવાને હત્‍યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.તેમ  પિયુષ વાંદા ડીવાયએસપી, જામનગર ગ્રામ્‍યએ જણાવ્‍યું છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા-જામનગર) 

(1:00 PM IST)