તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ગીરગઢડાની આંબાવાડીના આંબામાં આસો માસમાં લુમેલુમે ઝુલતી કેસરી કેરી
ગ્લોબલ વોર્મિગની અસર : ઉનાળાના આકરા તાપમાં કેરીનું બંધારણ જળવાય રહેતા દિવાળી સમયે કેરી આવી

(નવીન જોષી દ્વાા) ઉના, તા. ૬ : ગીરગઢડાની આંબાવાડીના આંબામાં દિવાળી સમયે લુમે ઝુમે કેસરી કેરી આવતા કુતુહુલ સર્જાયુ છે. જાણકારોના જણાવ્યા મુજબ આસો માસમાં ઝાડ ઉપર કેસર કેરીએ ગ્લોબલ વોર્મિંગની અસર છે. ઉનાળાના આકરા સૂર્ય તાપ વખતે કેટલીકવાર કેરીનુ઼ બંધારણ જળવાય રહે છે. જેના કારણે કેરીની સીઝન ન હોય ત્યારે આંબામાં કેરી આવી જાય છે.
ગીર ગઢડા ગામ ની સીમમાં પેટ્રોલ પમ્પ ની સામે જીતુભાઇ હિરપરા ની વાડી આવેલ છે તે વાડી મા કેસર કેરી ના આંબા ના ઘણા ઝાડવા આવેલ છે તેમાં અમુક અંબાઓ મા ભાદરવા મહિનામા મોર ફૂટેલા હતા. અને ત્યાર પછી ગ્લોબલ ર્વોમિર્ંગ ની અસર થી બપોરેઉનાળા જેવો આકરો તડકો પડતો હોય કેરીનું બંધારણ ટકી જતા આસો મહિના મા દિવાળી ઉપર કેટલાક આંબા ની ડાળો ઉપર કેરી લુમે ઝૂમે જુલતી જોવા મળી રહી છે.
થોડા દિવસો મા કણ પડી જતા એટલે કે કેરી પાકી જાય ત્યારે વાડી માલિકો ને કેસર કેરીનો સ્વાદ માણવા મળશે આસો માસમાં કેસર કેરીના આગમનથી લોકો મા કુતુહલ સાથે આヘર્ય જોવા મળે છે
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
