તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કચ્છ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થતાં ભગવો લહેરાયો
જિલ્લાની કુલ ૧૬ પૈકી ૧૧ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ વિજેતા; સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : કચ્છના સહકારી ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ એવી કચ્છ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. જિલ્લાની કુલ ૧૬ બેઠકો પૈકી ૧૧ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતાં કચ્છ જિલ્લા સહકારી સંઘમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ પરિણામથી સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો વધુ મજબૂત બન્યો છે.
ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, વલમજીભાઈ હુંબલ, ગોકુલભાઈ ડાંગર, વાડીલાલભાઈ સાવલા, મનુભા કે. જાડેજા, રાજેન્દ્રસિંહ એચ. જાડેજા, શાંતાબેન રમેશ આહીર, ચંદ્રકાંતભાઈ ગોરડિયા, જસવંતભાઈ પટેલ, મનુભા ચંદુભા જાડેજા અને રાજભાઈ અરજણભાઈ આહીર બિનહરીફ વિજેતા બન્યા હતા.
આ વિજય અંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, આ જીત કચ્છના સહકારી ક્ષેત્રમાં ભાજપની સંગઠનાત્મક શક્તિ, કાર્યકરોની એકતા અને સભાસદોના વિશ્વાસનું પ્રતીક છે. આગામી સમયમાં સહકારી ક્ષેત્રના વિકાસના સંકલ્પ સાથે ભાજપ વધુ મજબૂતીથી આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
તમામ વિજેતા સભ્યોને પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી ફલજીભાઈ ચૌધરી, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
