તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ હેઠળ માતાના મઢ જતા હજારો પદયાત્રીઓની સુરક્ષા માટે તંત્ર સજ્જ : જામનગરના ખીજડીયા બાયપાસ પાસે પાંચ દિવસીય રેડિયમ રિફ્લેક્ટર કેમ્પનો પ્રારંભ
જિલ્લા હોમગાર્ડઝ અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાત્રિના સમયે અકસ્માત નિવારવા રિફ્લેક્ટર લગાવવાની કામગીરી શરૂ : આરટીઓ ચૌધરી, ડીવાયએસપી પંડ્યા અને હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને આર.ટી.ઓ. વિભાગના સંયુક્ત ઉપક્રમે માતાના મઢ તરફ પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે એક વિશેષ સુરક્ષા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ખીજડીયા બાયપાસ પાસે આવેલા ટાટા મોટર્સ નજીક આજથી આગામી પાંચ દિવસ સુધી ચાલનારા આ રેડિયમ રિફ્લેક્ટર કેમ્પનો વિધિવત પ્રારંભ કરાયો હતો. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગામેગામથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના મઢ પગપાળા જતા હોય છે ત્યારે રાત્રિના સમયે કે વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં માર્ગ અકસ્માતો સર્જાવાની ભીતિ રહે છે. આ અકસ્માતો નિવારવાના ઉમદા હેતુથી તંત્ર દ્વારા આ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કેમ્પમાં પદયાત્રીઓના કપડા, થેલા તેમજ સાથેના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે, જેથી સામેથી આવતા વાહનચાલકો દૂરથી જ પદયાત્રીઓને સ્પષ્ટપણે જોઈ શકે અને અકસ્માત ટાળી શકાય.
આ પ્રસંગે આર.ટી.ઓ. શ્રી ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંડ્યા, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ગીરીશ સરવૈયા સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડઝના જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
