<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

વાંકાનેરના સદગુરૂ આશ્રમે કાલે ગુરૂપુર્ણિમા ઉત્‍સવ ત્રિવિધ કાર્યક્રમોઃ શિષ્‍ય પરિવારોમાં અનેરો થનગનાટ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૨૮: વાંકાનેરમાં આવતી કાલે તા. ૨૯ ને બુધવારના રોજ રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમમાં આવેલ સદગુરૂદેવશ્રી પ.પૂ. રણછોદાસબાપુના સ્‍મળતિ મંદિર ખાતે આવતી કાલે ગુરૂ પૂર્ણિમા ઉત્‍સવ ત્રિવિધ કાર્યક્રમ થકી ભક્‍તિભાવ સાથે ધામધુમથી ઉવજણી કરવામાં આવશે. સદરૂદેવશ્રી મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ પ.પૂ. હરિચરણદાસજીબાપુ મહારાજના અંતરીક્ષ આર્શિવાદ તથા ગોંડલ રામજી મંદિર ના ગાદીપતિ પૂજય જયરામદાસજી મહારાજના આર્શિવાદથી તા. ૨૯/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ ધામધુમથી ઉજવાશે. કાર્યક્રમના પ્રારંભે સવારે મંગળા આરતી તથા સાંજે ૫ થી ૮ પૂજય ગુરૂદેવના પાદુકા પુજન (શિષ્‍ય પરિવાર) માટે તથા વાંકાનેરનું ખ્‍યાતનામ શ્રી શ્‍યામ ધુન મંડળના તથા સંગીતમાલા ગ્રુપના કલાકારો દ્વારા સાંજે ૪ થી ૭-૩૦ ધુન-ભજન-કિર્તન ની રમઝટ બોલાવશે. ત્‍યારબાદ સાંજે ૭.૪૫ કલાકે પૂજય ગુરૂદેવની મહાઆરતી ત્‍યારબાદ સમગ્ર વાંકાનેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસવાટ કરતા સગુરૂ શિષ્‍ય પરિવારો માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે તો તમામ સદ્દગુરૂ શિષ્‍ય પરિવારો સહ પરિવાર સાથે ઉપરોકત તમામ કાર્યક્રમનો દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા ટ્રસ્‍ટી મંડળ દ્વારા જાહેર આમંત્રણ સાથે યાદીમાં જણાવ્‍યુ છે. આજના આ તમામ કાર્યક્રમના યજમાન પદે તથા મહાપ્રસાદના આયોજનના યજમાન પદે સદગુરૂ શિષ્‍ય પરિવારો રહેશે

(11:35 AM IST)