News of Thursday, 14th May 2026
થાનના વેલાડા ગામે ટ્રાવેલ્સમાં સીટ નીચે ચોરખાના બનાવી લાવવામાં આવેલો સાડા ચાર લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ, તા. ૧૪: સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં ટ્રાવેલ્સ ની નીચે ચોર ખાના બનાવી અને દારૂ લાવવામાં આવ્યો હતો તે દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ગોવા થી સુરેન્દ્રનગર ખાતે દારૂ લાવવામાં આવ્યો હોય અને તેનું ટૂંક સમયમાં કટીંગ કરવાનું હોય તે પહેલા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે ઇંગ્લિશ દારૂ લાવનાર અને સપ્લાય કરનાર તમામ લોકો ફરાર બની જવા પામ્યા છે.
ત્યારે આ મુદ્દે ૮૦૦૮ ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે જેની કિંમત ૪.૨૯ લાખ રૂપિયા દેખાડવામાં આવી છે મીની લક્ઝરી પણ જપ્ત કરવામાં આવી છે તેની કિંમત પણ ૧૦ લાખ ગણી કુલ ૧૪.૨૯ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શ્રી રામદેવ ટ્રાવેલ્સ હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આ દિશામાં પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
