તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ગોંડલના સડકપીપળીયા ગામે બકરા ચારવા પ્રશ્ને ઘરમાં ઘુસી હુમલોઃ હવામાં બે રાઉન્ડ ફાયરીંગ
રીબડાના રાજેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં બકરા ઘુસી જતા તેનો ખાર રાખી ધ્રુવરાજ, સમીર અને ૪ અજાણ્યા શખ્સો તૂટી પડયાઃ પાંચની અટકાયત

રાજકોટ, તા. રપ : ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં બકરા ચારવા પ્રશ્ને ખાર રાખી પરિવારના ઘરમાં ૬ શખ્સોએ ઘુસી જઇ પાઇપ અને લાકડીથી હુકમલો કરી બાદમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં બેને ઇજા થઇ હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ પ શખ્સોની અટકાયત કરી પુછતાછ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ સડક પીપળીયા ગામની સીમમાં રહેતા મમતાબેન ગોપાલભાઇ સોલંકીએ આરોપી ધ્રૂવરાજ, સમીર તથા ૪ અજાણ્યા શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જાણવ્યા મુજબ આરોપી ધ્રુવરાજભાઈ તથા સમીર નામના વ્યક્તિ તથા તેની સાથેના બીજા ચાર અજાણ્યા આરોપીઓએ આ કામના ઇજા પામનાર સાહેદ ભીમાભાઈ ગઇ કાલ તા.૦૩/૧૦/૨૦૨૬ ના રોજ બકરા ચરાવ વા માટે ગયેલ ત્યારે બકરા રીબડા ગામની સીમમાં રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીમાં ચરવા ઘુસી ગયેલ હોય તે નો ખાર રાખી તા.૦૩/૧૦/૨૦૨૬ ના રાત્રીના સાડા દશથી પોણા અગીયારેક વાગ્યાના અરસામાં તમામ આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા મોટર સાયકલ તથા ગાડી લઇ ફરિયાદીના ઘરે આવી પ્રાણઘાતક હથિયાર સાથે ફરિયાદીના ઘરમાં ઘુસી ફરિયાદીના પતિ તથા ઈજા પામનાર ભીમાભાઈને શરીરે લાકડી તથા લોખંડના પાઇપથી મુંઢ મા ૨ મારી તથા ઈજા પામનાર ફરિયાદીના દિયર નાનીયાને શરીરે તથા માથાના ભાગે મારી નાખવાના ઇરાદે લાકડી તથા લો ખંડના પાઈપથી મુંઢ તથા લોહીયાળ માર મારી બેભાન કરી દઈ જીવલેણ ઈજા પહોચાડી હવે પછી તમારા બકરા અમાર ખેતરમાં ચરવા આવશે તો જીવતા છોડીશ નહી તેવી જાનથી મારી નાખવાની ધમકી તેમજ ભુંડા બોલી ગાળો આપી ફરિયાદીના પરિવાર સામે ગન તાકી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની કોશીષ કરી હતી. ઇજાગ્રસ્ત બન્નેને રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા.
આ ફરીયાદ ગોંડલ તાલુકા પોલીસે ઉકત આરોપીઓ સામે હત્યાની કોશિષ સહિતની કલમ તથા ગુન્હો દાખલ કરી પ શખ્સોની અટકાયત કરી વધુ પુછતાછ હાથ ધરી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
