તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
સાવરકુંડલામાં જુગાર રમતો રૂસ્તમ ઉર્ફે બાવલો કુરેશી ઝડપાયોઃ ૩ નાશી છૂટયા
અમરેલી એલસીબી ટીમે રૂા.૧.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાવરકુંડલા-અમરેલી, તા.૨૩: ભાવનગર રેન્જ આઇ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી દરોડો પાડયો હતો.
સારવકુંડલા ટાઉનમાં જાહેરમાં આઈ.પી.એલ. ની સનરાઈઝ હૈદરાબાદ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં Swastik Live Tv નામની એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચમાં રનફેરનો ભાવ ફોનથી સહ આરોપીઓને આપી, પૈસા વડે ક્રિકેટનો સટ્ટો રમી/રમાડતા એક ઇસમને પકડી પાડી, સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પોલીસે રૂસ્તમ ઉર્ફે બાવલો હબીબભાઈ કુરેશી, ઉ.વ.૩૭, રહે. સાવરકુંડલા, નુરાનીનગર, તા.સાવરકુંડલા, જિ.અમરેલીને ઝડપી લીધો છે.
(૧) જીતુ મગનભાઇ મારૂ રહે. મહુવા (૨) મહેશ જેન્તીલાલ મહેતા રહે.મહુવા (૩) સાદીક કરીમભાઇ સોરઠીયા રહે.મહુવા શોધખોળ હાથ ધરી છે. રોકડા રૂ.૨૩,૫૦૦/ તથા મોબાઇલ ફોન - ૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦/ તથા હારજીત લખેલ કાગળ ચીઠ્ઠી/પેન કિ.રૂ.૫/- મળી કુલ કિ.રૂ.૧,૨૩, ૫૦૫/ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા, પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ, પો.સ.ઈ. જે.ડી.વાઘેલા, એ.એસ.આઈ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
