News of Thursday, 7th May 2026
જસદણ પાસે પ૪ લાખનાં ગાંજાનો જથ્થો ભરેલો ટ્રક રૂરલ એસઓજીએ ઝડપી લીધોઃ ત્રણની ધરપકડ
ગાંજાનો જથ્થો મંગાવનાર કાલાવડના મહમદ રફીક તથા અબ્દુલ લતીફ સમા અને સપ્લાયર સહિત ત્રણ શખ્સોની શોધખોળ : ઓરીસ્સાથી કાલાવડ ગાંજાનો જથ્થો જતો'તોઃ ટ્રક સહિત ૮૪.૭૧ લાખનો મુદામાલ કબ્જેઃ રૂરલ એસઓજીના પી.આઇ. પારઘી, પીએસઆઇ જી. જે. ઝાલા તથા પી.બી. મિશ્રાની ટીમને સફળતા

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે.
તસ્વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા નજરે પડે છે. બાજુમાં રૂરલ એસઓજીના પી.આઇ. એફ.એમ. પારઘી તથા પી.એસ.આઇ. જી.જે. ઝાલા દેખાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૭: જસદણ પાસે રૂરલ એસઓજીએ ૫૪ લાખના ગાંજાનો જથ્થો ભરેલ ટ્રક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ગાંજાનો આ જથ્થો ઓરિસ્સ્થાથી કાલાવડ પહોંચે તે પૂર્વે જ પોલીસે પકડી પાડી ગાંજાનો જથ્થો મંગાવનાર કાલાવાડના બે શખ્સો અને સપ્લાયરની શોધખોળ હાથધરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય રાજકોટ રેન્જના માર્ગદશન મુજબ પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા “SAY NO TO DRUGS” મુહિમ હેઠળ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ, હેરાફેરી કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.જે સુચના અન્વયે નીચે રૂરલ એસઓજીએ જસદણ વિસ્તારમાં આવેલ શીવરાજપુર ગામ થી ઘેલા સોમનાથ જવાના રસ્તા ઉપર આવેલ જય વિહળનાથ હોટલ પાસે થી અશોક લેલન કંપનીના માલવાહક ટ્રક જેના રજી.નં.જીજે-૦૬-એટી-૯૪૩૮ વાળામાં ઓડીસ્સા રાજયમાંથી લાવી મોટા પ્રમાણમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન-૧૦૮ કિલો ૩૩૧ ગ્રામ જેની કિ.રૂપિયા-૫૪,૧૬,૫૫૦/- તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા માલવાફક ટ્રક જેની કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૪,૩૧,૫૫૦/- (૧) રાજુ ઇશ્વરભાઇ ચૌહાણ રે.રાજપરા ગામ તા.જી.બોટાદ, (ર) કાદરશા ઉર્ફે કાદરબાપુ સ/ઓ કાસમશા શેખ રે. કાલાવાડ કાશ્મીર પરા, એચ.કે. જોખીયા પાન સેન્ટરની બાજુમાં તા.કાલાવડ તથા (૩) નરેશભાઇ ઉર્ફે હરી સ/ઓ ઇશ્વરભાઇ લીંબડીયા રે. રાજપરા ગામ તા.જી.બોટાદને ઝડપી લીધા હતા.
પકડાયેલ આરોપીઓએ ગાંજાનો જથ્થો (૧) મહમદરફીક અસરફભાઇ લોદી રહે.કાલાવાડ, (૨) અબ્દુલલતીફ ઓસમાણભાઇ સમા રહે.કાલાવાડએ મંગાવ્યાનું અને અલેખા સ/ઓ બીસનું બહેરા રહે.અદેનીગઢ ગામ તા.પુરૂણાકટક રાજય ઓડીસ્સા પાસેથી ખરીદયાની કબુલાત આપતા ત્રણેયની શોધખોળ ધરાઇ છે.
એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ.એફ.એ.પારગી, પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા તથા પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ, વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા તથા પો.હેડ.કોન્સ વિજયભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, પીયુષભાઇ અઘેરા, નૈમીષભાઇ મહેતા, મયુરભાઇ વિરડા, ચંદુભાઇ પલાળીયા, પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, નવદિપભાઇ બાબરીયા, પુથ્વીરાજસિંહ ડોડીયા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે.(૨.૯)
અગાઉ ત્રણ વખત કાલાવાડ સુધી ગાંજાની ખેપ મારી'તીઃ ચોથી ખેપમાં પોલીસની ઝપટે ચડી ગયા
રાજકોટ જીલ્લામાં સુકા ગાંજાનો સોૈથી મોટો કેસ
રાજકોટ તા.૭: જસદણ પાસેથી રૂરલ એસઓજીએ ગાંજા ભરેલ ટ્રક ઝડપી લીધા બાદ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સમાં વિશેષ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પકડાયેલ આરોપીઓને કોઇ ગુન્હાહિત ઈતિહાસ નથી પરંતુ અગાઉ આ આરોપીઓએ ૩ વખત ઓરિસ્સાથી કાલાવાડ સુધી ગાંજાની ખેપ મારી હતી. પોલીસની નજરે ન ચડે તે માટે આરોપીઓ ગ્રામ્ય રૂટ વધારે પસંદ કરતા હતા. આરોપીઓએ વડોદરા ટ્રકમાંથી સલ્ફરનો જથ્થો ખાલી કર્યા બાદ બોટાદ થઇ કાલાવડ જતા હતા એ દરમ્યાન જસદણ પાસેથી રૂરલ એસઓજીએ ગાંજો ભરેલ ટ્રક ઝડપી લીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જીલ્લામાં ૧૦૮ કિલો સુકા ગાંજાનો જથ્થો પકડાયાનો સોૈથી મોટો કેસ છે
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
