<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વિંછીયા પાસે વિદેશી દારૂ ભરેલી કાર રૂરલ એલસીબીએ ઝડપી લીધી

દારૂ-કાર સહિત ૬.૬૦ લાખના મુદામાલ સાથે લાલજી ચોૈહાણની ધરપકડઃ સપ્‍લાયર ઇશ્વર બાવળીયાની શોધ

તસ્‍વીરમાં પકડાયેલા શખ્‍સ અને દારૂનો જથ્‍થો નજરે પડે છે

રાજકોટ તા. ૧૭ :... વિંછીયા પાસે રૂરલ એલસીબીએ વિદેશી દારૂ ભરેલી કાર સથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. જયારે સપ્‍લાયરની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક  વિજય સિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવળતિ  નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીએ સમઢીયાળા ગામ તરફથી વિંછીયા તરફ રોડ ઉપર મારૂતી સુઝુકી કંપનીની નંબર પ્‍લેટ વગરની સફેદ કલરની સ્‍વિફ્‌ટ ફોર વ્‍હિલ ગાડીમાં મોટા માત્રા ગામનો ઈશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઈ બાવળીયા તથા લાલજી ચૌહાણ રહે.અમરેલી વાળો એમ બન્ને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો ભરી વહન કરી પસાર થનાર હોય જે હકિકત વાળી ફોર વ્‍હિલ ગાડીની વોચમા રહી વિદેશી દારૂ બોટલ નંગ રર૦ કિ. ૧.પ૦,૯ર૦ તથા કાર કિ. પ લાખ મળી કુલ ૬.૬૦ લાખના મુદામાલ સાથે (૧) લાલજી ઉર્ફે અમિત મનસુખભાઇ ચૌહાણે રોકડીયાપરા શેરી નં. ૧ ચકકરગઢ રોડ અમરેલીને ઝડપી લીધો હતો. જયારે સપ્‍લાયર ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઇ બાવળીયા રે. મોટામાત્રાની શોધખોળ હાથ ધરાઇ છે. સપ્‍લાયર ઇશ્વર અગાઉ દારૂના ૧૩ ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.

આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો.ઇન્‍સ. જે.પી.રાવ તથા પો.સબ.ઇન્‍સ. એચ.સી.ગોહિલ, તથા કે.એમ.ચાવડા તથા આર.વી. ભીમાણી, તથા  પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. બાલકળષ્‍ણ ત્રિવેદી તથા અમિતસીંહ જાડેજા તથા પો.હેડ કોન્‍સ. ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્‍દ્રભાઇ ગોહીલ, વાઘાભાઇ આલ તથા પો.કોન્‍સ. અમિતદાન સુરૂ, અશોકભાઇ ડાંગર, કાળુભાઇ ધાધલ, ભાવેશભાઇ મકવાણા તથા વિજયભાઇ સિંહાર જોડાયેલ હતા.

(3:24 PM IST)