<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જેતપુરના મર્ડર-લૂંટ તથા મોરબીનો પોકસોના વોન્‍ટેડ આરોપીઓને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

હરીયાણા તથા ઉત્તરપ્રદેશમાંથી બન્ને આરોપીઓને દબોચી લેવાયા

રાજકોટ, તા. ૧૮ :  જેતપુરના મર્ડર-લૂંટના ગુન્‍હામાં ર૭ વર્ષથી વોન્‍ટેડ તથા મોરબીના પોકસોના ગુન્‍હામાં વોન્‍ટેડ ઇનામી આરોપીઓને હરીયાણા તથા ઉત્તરપ્રદેશમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા.

સને ૧૯૯માં જેતપુર શહેર ખાતે ચંદ્રમૌલેશ્વર મંદીર પાસે આવેલ ફરીયાદી વજુભાઇ મોહનભાઇ સાકરીયાના ગણેશ સીમેન્‍ટ પ્રોકડશન (હાલ ગેણશ મારબલ) નામના મારબલના કારખાનામાં કામ કરતા મીતલેશ ઉર્ફે ઉત્તરકુમાર પટેલ તથા વીરેન્‍દ્ર ઉર્ફે મહેન્‍દ્ર હીરાલાલ પટેલ રહે. બન્ને ઉત્તરપ્રદશ વાળાઓએ કારખાનામાં ચોકીદાર (પગી) તરીકે નોકરી કરતા દેવજીભાઇ હરજીભાઇ ધંધુકીયાને તા. ર૭/૧૦/૧૯૯૯ ના રોજ રાત્રીના સમયે ચોકીદારને દોરીથી હાથ પગ બાંધી દઇ, પથ્‍થર જેવા બોથડ પદાર્થથી પગીનું ક્રુરતાપુર્વક ખુન કરેલ. બાદ કારખાનામાંથી રોકડ રૂપીયા તથા એક મોટર સાયકલની લુંટ કરી બન્ને જેતપુરથી નાસી ગયેલ. જે પૈકીનો એક આરોપી વિરેન્‍દ્ર ઉર્ફે મહેન્‍દ્ર હીરાલાલ પટેલ રહે. મુકુંદપુર ગામે તા. કર્વી, જી. ચીત્રકુટ વાળો, છેલ્લા ર૭ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય. રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચે ટેકનીકલ અને હયુમનસોર્સની તપાસ કરતા આરોપી હરીયાણાના રોહલ જીલ્લાના હોય ત્‍યાંથી દબોચી લઇ જેતપુર પોલીસના હવાલે કરાયો હતો.

 તેમજ મોરબી જીલ્લાના મોરબી સીટી એ-ડીવીઝન પો.સ્‍ટે. ના પોકસોના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી સંદીપ સ/ઓ. ગોકરણ પાસવાન રહે. ઝરવા ગામ, જી. બલરામપુર, ઉત્તરપ્રદેશ વાળાને પકડવામાં મદદરૂપ થનારને વળતર રૂપે રૂા. પ૦૦૦ નુ ઇનામ જાહેર કરવામાં આવેલ. જે અંગે હયુમન સોર્સ તથા ટકનીકલી રીતે તપાસ કરતા આરોપી તેના વતન ઉતરપ્રદેશમાં હોવાની હકીકત મળતા ત્‍યાથી તેને ઝડપી લઇ મોરબી પોલીસને હવાલે કરાયો હતો.

આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્‍ય એસસીબીના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્‍સ આર.વી. ભીમાણી, એસ.સી. ગોહેલ, કે.એમ. ચાવડા, પી.એન. ભરવાડ, એએસઆઇ અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્‍ણભાઇ ત્રીવેદી, પો.હેડ કોન્‍સ મનીષભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ સોલંકી, રસીકભાઇ જમોડ તથા પો.કોન્‍સ. ભાવેશભાઇ મકવાણા, ભરતભાઇ ગમારા, વીજયભાઇ સિંહાર, શકિતસિંહ ઝાલા, ડ્રા.પો. કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ સહીતનો સ્‍ટાફ જોડાયો હતો

(12:26 PM IST)