<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ઉપલેટામાં કટીંગ વેળાએ જ રૂરલ ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૪.ર૦ લાખનો દારૂ પકડાયો

પ્રદીપ ડાંગર, અને ધવલ વિરડાની બે વાહન અને દારૂ સહિત ૧૬.પ૦ લાખના મુદામાલ સાથે ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો દારૂના જથ્‍થા અને વાહન સાથે નજરે પડે છે.

રાજકોટ તા.૨૪: ઉપલેટામાં વિદેશી દારૂના જથ્‍થાના કટીંગ વેળાએ જ રૂરલ ક્રાઇમબ્રાંચે દરોડો પાડી ૪.૨૦ લાખના દારૂના જથ્‍થો અને વાહનો સહિત ૧૬.૫૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીએ ઉપલેટા પોલીસ સટેશન વિસ્‍તારમાં નાઈટ રાઉન્‍ડ દરમ્‍યાન ઉપલેટા જુના પોરબંદર રોડ જલારામ મંદીરના સામે આવેલ જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાંથી પ્રદીપ ઉર્ફ ભુટો રમેશભાઈ ડાંગર, રહે. હડમતીયા ગામ તા. ધોરાજી જી. રાજકોટ તથા ધવલભાઇ પથુભાઈ વિરડા રહે. મુળ દેતળીયા તા. કોટડાસાંગાણી જી. રાજકોટ વાળાઓને જાહેર રોડ પર વિદેશી દારૂના કટીંગ સમયે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની કુલ બોટલો નંગ ૨૯૭૬ કી.રૂ. ૪,૨૦,૪૮૦/- તથા બે વાહન કિ.૧૨ લાખ અને બે મોબાઇલ મળી કુલ ૧૬,૫૦,૪૮૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ પ્રદીપ સામે અગાઉ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ગુન્‍હો નોંધાયો છે. તેમજ સપ્‍લાયર તરીકે રાહુલ કરણ રબારી રે.જુનાગઢનું નામ ખુલતા શોધખોળ હાથધરાઇ છે. તેમજ બોલેરો ચાલકની શોધખોળ હાથધરાઇ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ,  પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ તથા એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ અનીલભાઇ બળકોદિયા, એએસઆઇ મેહુલભાઇ સુવા, એચસી અરવિંદસિંહ જાડેજા, એચસી નીલેશભાઇ ડાંગર, એચસી કૌશિકભાઇ જોષી, પીસી શકિતસિંહ જાડેજા તથા ડ્રા.પીસી અબ્‍દુલભાઇ શેખ  દ્વા૨ા કરવામાં આવી હતી

(12:47 PM IST)