News of Wednesday, 25th November 2026
ભાજપમાં જોડાઇ રહયાની વાતો અફવા છેઃ ઋત્વિક મકવાણા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૫: કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠનમાં જવાબદારીઓમાં મોટો ફેરબદલ કરાયો છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને AICC સચિવ પદે, રાજસ્થાનના સહપ્રભારી પદેથી દૂર કરાયા છે. આ ફેરફારની સાથે ઋત્વિક મકવાણા ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળોએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું હતું.
આ મામલે વાતચીતમાં ઋત્વિક મકવાણાએ તમામ અફવાઓને પાયાવિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી, પરંતુ ગુજરાતમાં સંગઠન માટે વધુ સમય આપવા માટે તેમણે પોતે જ સ્વૈચ્છિક રીતે રજૂઆત કરીને રાજસ્થાનની જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી.
પક્ષ પ્રત્યે નારાજગી હોવાની વાતને નકારતા તેમણે કહ્યું કે ભાજપના કોઈ નેતાએ તેમનો સંપર્ક કર્યો નથી કે કોઈ મીટિંગ પણ થઈ નથી. આમ, ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા હોવાનું જણાવી તેમણે વિવાદ પર પૂર્ણવિરામ મૂકયું છે. બીજી તરફ, આ જ ફેરફાર અંતર્ગત પાલભાઈ આંબલિયાને મધ્યપ્રદેશના સંગઠન સહપ્રભારીની મહત્વની જવાબદારી સોંપાઈ છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
