તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 6th October 2026
દ્વારકા પંથકમાં પેટા ચૂંટણીમાં પ્રજા રોષ સામેસતાધારી પક્ષના આગેવાનો ભારે મુંઝવણમાં મૂકાયા!!

રાજકોટઃ દ્વારકા જીલ્લા પંચાયતની ભાડથર બેઠકની પેટા ચુંટણીમાં પ્રચાર દરમિયાન લોકોનો આક્રોશ સામે આવ્યો. ભીંડા ગામે પ્રચાર માટે પહોંચેલા ભાજપના સ્થાનિક ધારાસભ્યશ્રી અને કાર્યકરોનો ગ્રામજનોએ ઘેરાવ કર્યો હોવાના વિડીયો ભારે વાયરલ થયા છે. વીજળી, ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યાને લઇને ગ્રામજનોએ જાહેરમાં આકરા સવાલો કર્યાની અને પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનોએ ભાજપના પ્રતિનિધિઓ સામે રોષ ઠાલવ્યાની વાતો પણ બહાર આવી છે. અગ્રણીઓ ભારે મુંઝવણમાં મુકાયાની પણ ચર્ચા થઇ રહી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
