તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
૧૮મી સદીમાં ખંડિત સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે કરાવેલ
વિશાળ શિવલિંગ ભોંયરામાં પ્રતિષ્ઠિત કર્યું હતું, જે હાલ પણ પૂજાય છે

પ્રભાસપાટણ, તા.,૧ : સોમનાથ મંદિર ૧૮મી સદીમાં જયારે જીર્ણ અવસ્થામાં હતું ત્યારે સોમનાથ તીર્થમાં શિવપૂજાને અખંડ રાખવા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇએ પ્રભાસ તીર્થમાં સોમનાથ મંદિર નજદીક જ શિવ મંદિરનું નિર્માણ કરાવેલ. મહાદેવના શિવલિંગની સ્થાપના કરી આ કાર્ય એ પણ પોતાના રાજયનો હિસ્સો ન હોવા છતાં આટલા માઇલો દૂર રહી આ ધર્મકાર્ય કરી મહારાણી અહલ્યાબાઈએ ભોંયરામાં વિશાળ શિવલિંગ પ્રતિષ્ઠિ ત કરી સોમનાથની પૂજાની પરંપરા જાળવી રાખી જે આજ પર્યંત ચાલુ રહી છે.
આ મંદિરનું શિખર કમલાકાર છે જયાં જાતે પૂજા-પાઠ, શિવ જળાભિષેક કરી શકાય છે. મંદિર પરિસરમાં મહારાણી અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા મુકવામાં આવી છે. જેનું મુખ સદાય શિવલિંગ દર્શન કરતું રહે છે. અહલ્યાબાઈ હોલકર જન્મ તા.૩૧-૫-૧૭૨૫, સ્વર્ગવાસ તા.૧૩-૮-૧૭૯૫. સોમનાથના ભાસ્કર વૈધના જણાવ્યા મુજબ ગાયકવાડ સરકારમાં આ મંદિરમાં મહારાષ્ટ્રીયન ટમુ પુજારી, મનુ પુજારીઓ હતાં.
હાલ નવનિર્મીત પ્રવેશદ્વાર પાસે મોટો ગઢની રાંગ જેવો દરવાજો અને તેમાં ઝરૂખા ઉપર બેસી શરણાઇ, ઢોલ, નગારાવાદક આરતી પહેલા ચોઘડીયા વાઘ વાદન કરતા આરતી સમયે વીરાભાઈ નામના ભોઇ સમગ્ર આરતી દરમિયાન મશાલ સાથે ઉભવાની પરંપરા હતી.
૧૯૭૮થી અહિલ્યાબાઈ મંદિર નિર્મીત મંદિર યથાવત રાખી દર્શનાર્થીઓ માટે સુવિધાઓ વધારવામાં આવી અને ૨૦૧૮થી સંપૂર્ણ નવો ઓપ આપવામાં આવ્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવ નિર્માણનો જે સંકલ્પ કર્યો તો તેની જાહેરસભા આ મંદિરની પાસે આવેલ વડના વળક્ષ નીચે થઇ હતી. ભારત સરકારે અહલ્યાબાઈ હોલકરની સ્મળતિમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડેલ હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ડિસ્કવર ઓફ ઇન્ડિયા પુસ્તકમાં લખ્યું છે કે, પુણ્ય શ્લોક માતોશ્રી અહલ્યાબાઇએ ઇન્દોર માલવા વિસ્તાર ઉપર ૩૦ વર્ષ શાસન કર્યું હતું. જેઓ એક દંતકથા સમાન છે. તે અસરકારક કાયદો, વ્યવસ્થા, ન્યાયી શાસન, કુશળ રાજકર્તા, ઉત્તમ વહીવટદાર હતાં કે જેને આજે પણ લોકો યાદ કરે છે.
(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
