<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

મોરબીના હજનાળી ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી ૯.૯૧ લાખની ચોરી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી: સીસીટીવીને આધારે તપાસ ચલાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના  હજ્નાળી ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી અજાણ્યા ચોર ઇસમેં મંદિરમાંથી ૯.૯૧ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી મંદિર બહાર  લગાવેલા સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના હજનાળી ગામે રહેતા અને શક્તિ માતાજીના મંદિરમાં પૂજા કરતા હિતેશગીરી મોહનગીરી ગોસ્વામી (ઉ.વ.૩૨) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ ના રોજ પરિવાર સાથે બહાર ફરવા ગયા હોવાથી મંદિરની ચાવી ગામના રમેશભાઈ સુતરીયાને આપી હતી તા. ૧૬ ના રોજ બહારથી ફરીના પરત આવ્યા હતા  મંદિરના ગર્ભગૃહના લાકડાના દરવાજાના તાળાના નકુચાનો હુક તૂટેલો હતો ગામના અન્ય લોકો આવી જતા મેઈન લાઈટ પાવર કોઈએ કટ કરી નાખ્યો હતો જેથી સીસીટીવી કેમેરા પણ બંધ જોવા મળ્યા હતા મંદિર ગર્ભગૃહ ખોલી અંદર જોતા મંદિરમાં શક્તિ માતાજીની મૂર્તિ પર વર્ષો પહેલા ચડાવેલા જુના સોના ચાંદીના દાગીના જોવા મળ્યા ના હતા.
માતાજીની મૂર્તિ પર ચડાવેલ ચાંદીનું છતર અંદાજે ૨ કિલો કીમત રૂ ૧,૭૫,૦૦૦ અને નાનું છતર અંદાજે એક કિલો કીમત રૂ ૮૭,૫૦૦ અને ત્રિશુલ પાસે રહેલ નાના છતર સવા કિલો કીમત રૂ ૧,૧૦,૦૦૦, ચાંદીના સિંહની મૂર્તિ વજન અદાંજે ૫૦ ગ્રામ કીમત રૂ ૮૭૫૦, ચાંદીના નાના મોટા છતર ૫ અંદાજે સાડા ચાર તોલા કીમત રૂ ૫૦,૦૦૦ માતાજીનો સોનાનો મુગટ અંદાજે એકાદ તોલા કીમત રૂ ૧,૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૯,૯૧,૨૫૦ નો મુદામાલ ચોરી થયો છે  જે સમગ્ર ઘટના મંદિર બહારના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(1:01 AM IST)