<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ઉપલેટાના ઢાંકના વૃધ્‍ધ ખેડૂતના બેંક ખાતામાંથી રૂા. ૪.૭૮ લાખ ઉપાડી લઇ છેતરપીંડી

રીટર્ન ભરવા માટે બેંક સ્‍ટેટમેન્‍ટ કઢાવવા જતા જાણ થઇઃ આગલા દિવસે બે એપીકે ફાઇલ ડાઉનલોડ થતા તેના લીધે ફ્રોડ થયાની શંકાઃ ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ તા. ૬: ઉપલેટાના ઢાંકની ગારી વૃંદાવન સોસાયટીમાં રહેતા ખેડુત રસીકભાઇ ભોવાનભાઇ ભલાણી (ઉ.વ. ૭૧) ના બેંક ખાતામાંથી અજાણ્‍યા શખ્‍સોએ ગઇ તા. ર૯ થી ૩૦ દરમીયાન અલગ-અલગ ટ્રાન્‍ઝેકશન દ્વારા રૂા. ૪.૭૮ લાખ જાણ બહાર ટ્રાન્‍સફર કરી લઇ ઠગાઇ કર્યાની ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. રસીકભાઇએ પોલીસને જણાવ્‍યું કે, તેને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. ગઇ તા. ર નાં તે ઉપલેટામાં વકિલ પાસે રીટર્ન ભરાવવા માટે ગયા હતા આ સમયે વકિલે તેને કહ્યું કે, બેન્‍ક પાસબુક અને બેંક સ્‍ટેટમેન્‍ટ લેતા આવજો. જેથી તે ચીખલીયા બેંક ઓફ બરોડા શાખાના પોતાનું એકાઉન્‍ટ હોવાથી સ્‍ટેટમેન્‍ટ કઢાવવા માટે ગયા હતા.

આ સમયે તેને જાણ થઇ હતી કે, ગઇ તા. ર૯/પ થી ૩૦/પ દરમિયાન તેના ખાતામાંથી જાણ બહાર અલગ-અલગ ટ્રાન્‍ઝેકશનથી રૂા. ૪.૭૮ લાખ બીજા અન્‍ય ખાતામાં ટ્રાન્‍સફર થઇ ગયા છે. જેથી તેવો આ મામલે બેંક મેનેજરને ફ્રોડ થયાની જાણ કર્યા બાદ પુત્ર રવિને જાણ કરી સાયબર હેલ્‍પ લાઇન નંબર પર ફ્રોડ થયાની જાણ કરી હતી. તેણે વધુમાં જણાવ્‍યું કે, ગઇ તા. ર૮/પના તેના ફોનમાં એપ્‍લીકેશન ઇન્‍સ્‍ટોલ હોય જે બે અલગ અલગ એપીકે ફાઇલ ઇન્‍સ્‍ટોલ થયેલી હોવાથી તેના કારણે ફ્રોડ થયાની શંકા છે. હાલ પોલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:20 AM IST)