તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
પોરબંદરમાં નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ
શહેરમાં ૩ ડીવાયએસપી, ૧૦ ઇન્સ્પેકટર, ર૬ પીએસઆઇ સહિત વધારાનો ૭૪૯ પોલીસ બંદોબસ્ત : અસામાજીક તત્વો સામે અટકાયતી પગલાઃ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં શાંતિ મીટીંગ મળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧રઃ નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યાનું તેમજ શકમંદો ગુનેગારો અને અસામાજીક તત્વો સામે અટકાયતી પગલા લેવામાં આવી રહયો છે. નવરાત્રીમાં કોઇ અનિચ્છીય બનાવ બને નહી, ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રયત્નો થાય નહી તે માટે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં શાંતિ મીટીંગ મળી હતી. નવરાત્રી બંદોબસ્ત દરમ્યાન કોઈ ઘરફોડ ચોરીના બનાવો ન બને તેવા સારું એલસીબી એસઓજી અને પેરોલ પરલો ટીમને ફિલ્ડ પેટ્રોલિંગ રાખવા તેમજ ચોપાટી ખાતે અને તમામ જાહેર માર્ગો/સ્થળો પર નેત્રમ શાખાના કેમેરા દ્વારા ૨૪×૭ સર્વેલન્સ, ચોપાટી ખાતેની તમામ ગરબીઓમા ગેઇટ ઉપર તથા અંદરના ભાગે કેમેરા લગાડવામાં આવેલ છે. તથા ચોપાટી ખાતેની તમામ ગરબીઓમા ગેઇટ ઉપર તથા અંદરના ભાગે ફરજ પરના પોલીસ કર્મચારીઓને બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવેલ છે.
નવરાત્રી તહેવાર દરમ્યાન ધર્મ વિરૂધ્ધ અભદ્ર ભાષામાં ઓડીયો/વીડીયો ક્લિપો કે કોઇ અન્ય વિષયથી ધાર્મિક લાગણીના દુભાય તે બાબતે તકેદારી રાખવા તમામને અપીલ, તેમજ સોશિયલ મીડિયા દ્વારા જરૂરી વોચ દરમ્યાન આવો કોઇપણ બનાવ ધ્યાને આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ પો.સ્ટે. વિસ્તારમાં શાંતિ સમિતિની મીટીંગમાં જણાવેલ કે, નવરાત્રી તહેવારની ઉજવણી દરમ્યાન તકેદારીના પગલા રૂપે હોટલ/ગેસ્ટ હાઉસ/ધાબાઓનું ચેકીંગ કરવામાં આવશે. શકમંદ ગુનેગારો અસામાજીક તત્વો તથા અરાજકતા ફેલાવે અને સુરક્ષાની દ્રષ્ટીએ જોખમ ઉભુ કરે તેવા ઇસમોના અટકાયતી પગલા.
રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગમાં રીકવીઝીટ વાહનો-૧૪, જનરક્ષક-૧૧ વાહનો, કયુ.આર.ટી. ટીમ-૦૧ કાર્યરત છે.
નવરાત્રી દરમિયાન સઘન વાહન ચેકીંગ/ચુસ્ત નાકાબંધી દરમ્યાન બ્રેથ એનેલાઇઝર મારફતે ચેકીંગ કરવામાં આવશે. જીલ્લામાં તહેવારોની ઉજવણી દરમ્યાન ગરબા ગાવા/માઈક/પૈસા ઉઘરાવવા/વાહનો અથડાવા બાબતે કોઇ અનિચ્છનિય બનાવો ન બને તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખેલ.
પોલીસ બંદોબસ્ત માટે ડીવાયએસપી ૩, ઇન્સ્પેકટર ૧૦, પીએસઆઇ ૨૬ અને હેડ કોન્સ્ટેબલ ૨૪૦ તેમજ ૪૩૫ હોમગાર્ડસ અને ટી.આર.બી ૩૫ તૈનાત કરેલ છે.
કવીક રીસ્પોન્સ/ એન્ટી રોમીયો સ્કોડ ટીમ-૧ બીડીડીએસ ટીમ દ્વારા એન્ટીસબોટેઝ ચેકીંગ કરવામાં આવશે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
