<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ગોંડલ તાલુકામાં અંદાજે ૨૧ કરોડ નાં ખર્ચે રોડ મંજુરઃ વિવિધ ગામોને આવરી લેવાશેઃ ધારાસભ્‍ય ગીતાબા જાડેજાના હસ્‍તે ખાતમુહૂર્ત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૪:  ગોંડલ વિસ્‍તાર નાં ધારાસભ્‍ય ગીતાબા જાડેજાની તાલુકાનાં વિવિધ ગામ નાં રોડ રસ્‍તા અંગે રાજ્‍ય સરકાર માં કરાયેલી રજૂઆત સફળ રહી હોય સરકાર દ્વારા રૂ.૨૧ કરોડ થી વધુ નાં ખર્ચે ૨૯ જેટલા રોડ રસ્‍તાઓ મંજુર થતા ત્રાકુડા ખાતે ધારાસભ્‍ય ગીતાબા જાડેજા નાં હસ્‍તે ખાતમુહૂર્ત કરાયુ હતું.

આ વેળા જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ ફુલભાઈ ટોળીયાએ જણાવ્‍યું કે થોડો સમય ડામર મળવો મુશ્‍કેલ બનતા આ અંગે સરકાર માં રજુઆત કરાઇ હોય ડામર નો ઇશ્‍યુ પુરો થયો હોય અને ચોમાસુ પણ પુર્ણ થતા ગોંડલ થી ત્રાકુડા,નાના મોટા મહીકા, કેશવાળા થી ડોડીયાળા, ગોંડલ થી આટકોટ, વાંસાવડ, રાવણા વગેરે ગામ નાં રોડ રસ્‍તાઓ નાં કામ આગામી સપ્તાહ માં શરૂ થનાર છે.

તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમરે કહ્યુ કે ગોંડલ થી ત્રાકુડા રોડ નું કામ શરુ થઇ ચુકયુ છે.ગોંડલ થી ગુંદાળા સુધી સીસી.રોડ નું કામ શરુ થનાર છે.અલબત તાલુકા માં જ્‍યાં જ્‍યાં રોડ રસ્‍તા બિસ્‍માર બન્‍યા છે.ત્‍યાં સરકાર ની મંજુરી બાદ યુધ્‍ધ નાં ધોરણે કામ શરુ થશે.આ માટે ધારાસભ્‍ય ગીતાબા જાડેજા પુરી સક્રિયતા દાખવી રહ્યા છે.

ખાતમુહૂર્ત સમયે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સામતભાઇ બાંભવા,વિશાલભાઇ ખુંટ સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.  ઉપરાંત ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે ઘુડશીયા ગામ માં કચરો ઉપાડવા ટ્રેક્‍ટર મંજુર થતાં ધારાસભ્‍ય નાં હસ્‍તે ચાવી અર્પણ કરાઇ હતી

(10:55 AM IST)