હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
થાનમાં રોડ ખાતાની બેદરકારીએ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૦: થાનથી વગડીયા જવાના રસ્તા ઉપર આવેલ સીરામીકના કારખાના પાસે ખાનગી વ્યક્તિ દ્વારા આશરે છ એક માસ કરતા વધુ સમયથી લાઈન નાખવા માટે રોડને તોડી નાખવામાં આવ્યો હતો. જે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ જે તે સમયે તંત્ર દ્વારા કશાજ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારબાદ જે રોડને સમારકામ કરવામાં આવ્યો ન હતો. PWD કે ખાનગી વ્યક્તિ દ્વારા રોડનું સમારકામ નહીં કરવામાં આવતા અને રોડનો ખાડો જેમનો તેમ રાખવામાં આવતા મંગળવારના રોજ ખાડાની બાજુમાં પથ્થરોનો ઢગ ખડકવામાં આવ્યો હતો. ત્યારે થાનના ૨૨ વર્ષીય આશાસ્પદ યુવાન જય કમલેશભાઈ મહેતા રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે તે ખાડામાં તેનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે નીચે પટકાયો હતો. અને બાજુમાં પડેલા પથ્થરોના ઢગમાં તેનું માથું અથડાતા હેમરેજ થઈ જવા પામ્યુ હતું. જેને પ્રાથમિક સારવાર માટે થાન સરકારી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચતા પહેલા યુવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ખાડો નહીં બુરવા માટેની ગંભીર બેદરકારી દાખવનાર PWD તથા ખાનગી વ્યક્તિ વિરુદ્ધ સાપરાધ માનવ હત્યાનો ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. તથા આ બાબતે
બન્ને વિરુદ્ધ હાઇકોર્ટમાં કેઇસ દાખલ કરી દાખલા રૂપ સજા થાય તેવા પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
