તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
જામનગરમાં રિવાબા જાડેજાએ નિભાવી લોકશાહીની ફરજઃ વોર્ડ નં. ૫માં કર્યું મતદાન
સત્ય સાંઈ સ્કૂલ ખાતે મતાધિકારનો ઉપયોગ કરી સરકારની ચૂંટણી વ્યવસ્થાની કામગીરીને આવકારી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. મજબૂત સ્થાનિક સરકાર અને શહેરના વિકાસ માટે દરેક મત મહત્વનો છે.
તેમણે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર કરવામાં આવેલી સુવિધાઓ અને વ્યવસ્થાના વખાણ કર્યા હતા. વૃદ્ધો, દિવ્યાંગો અને મહિલા મતદારો માટે કરવામાં આવેલી ખાસ વ્યવસ્થાથી તેઓ સંતુષ્ટ જણાયા હતા.(તસવીરઃકિજલ કારસરીયા, જામનગર)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
