તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રાવણ અમાસ નિમિત્તે ઋષિકુમારો દ્વારા લઘુરુદ્રાભિષેક-હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ
સંપૂર્ણ શ્રાવણ માસમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવની ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા નિયમિત અભિષેક પૂજા કરાઈ : સમગ્ર શ્રાવણમાસમાં પ્રતિદિન શિવાલયમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવના વિવિધ શૃંગાર દર્શન યોજાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રાવણ અમાસ નિમિત્તે ઋષિકુમારો દ્વારા વિધિવત્ લઘુરુદ્રાભિષેક તથા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સાથે શ્રાવણમાસની પૂર્ણાહુતિ થઈ હતી.
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં શ્રાવણમાસની અમાસે ઋષિકુમારો દ્વારા વિધિવત્ ચંદ્રમૌલીશ્વરને લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ શ્રાવણ માસમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવની ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા નિયમિત અભિષેક પૂજા કરવામાં આવેલ હતી. જેમા પ્રતિદિન ઘણા મનોરથીઓએ અભિષેક-પૂજાનો લાભ લીધેલ હતો. આ સાથે સમગ્ર શ્રાવણમાસમાં પ્રતિદિન શિવાલયમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવના વિવિધ શૃંગાર દર્શન યોજાયા હતા. જેના દર્શનનો પોરબંદરના શહેરીજનોએ તથા સોશ્યલ મિડિયાના માધ્યમથી અનેક ભાવિકોએ લાભ લીધો હતો.
સાંદીપનિ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર સુસંપન્ન
શ્રાવણમાસની અમાસે શ્રીહરિ મંદિરમાં પરિસરમાં પ્રતિ વર્ષ અનુસાર "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સંસ્થાના ઉત્કર્ષ હેતુ તેમજ સમસ્ત વિશ્વના કલ્યાણ હેતુ સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમાત્મક લઘુરુદ્રયજ્ઞ સંપન્ન થયો.
હોમાત્મક લઘુરુદ્રયજ્ઞની પૂર્ણાહુતિ સમયે સંસ્કૃત પાઠશાળાના સૌ ગુરુજનો, સાંદીપનિ સંકૂલના વિવિધ વિભાગોમાં સેવા આપતા ભૂતપૂર્વ છાત્રો તથા સૌ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રાવણમાસની અમાસે ચંદ્રમૌલીશ્વર મહાદેવના દીપદાન દર્શન
શ્રીહરિ મંદિરમાં શ્રાવણ માસની અમાસે ચંદ્રમૌલીશ્વર મહાદેવના દીપદાનના શૃંગાર દર્શન યોજાયા હતા. અમાસના દિવસે દીપદાનનું ખૂબ મહત્ત્વ હોય છે. આ દીપદાન શૃંગાર દર્શનનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
