તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
મોરબી કલેક્ટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ વિષયક પરિસંવાદ યોજાયો.
રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંકલન અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને ‘RTI Week Celebration’ અંતર્ગત તા. ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ “સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષયક વિડિયો કોન્ફરન્સ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી જિલ્લાના સંબંધિત સંકલન અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય માહિતી કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પરિસંવાદ દરમિયાન માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ (RTI Act) ના કાયદાકીય જોગવાઈઓનું સુચારુ અમલીકરણ કરવા, જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓની જવાબદારીઓનું સુદ્રઢીકરણ કરવા તેમજ અરજદારોને સમયસર અને પારદર્શક માહિતી પૂરી પાડવા અંગે વ્યાપક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ વી.સી.ના માધ્યમથી જોડાઈને RTI અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી કાયદાના અસરકારક પાલન અંગેની વિગતો મેળવી હતી
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
