<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

વાંકાનેરના કોટડા નાયાણી નજીક કોઝવે પર રીક્ષા તણાઈ : પિતા સીરાજભાઈ કાતીયારનો મૃતદેહ મળ્યો : ૭ વર્ષના પુત્રની સઘન શોધોળ

રાજકોટથી માઠા પ્રસંગે આવી રહેલા પિતા-પુત્રની રીક્ષા ધસમસતા પ્રવાહમાં તણાઈ : હડાળાના પાટીયા પાસેથી મળ્યો પિતાનો દેહ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: રાજકોટથી વાંકાનેરના કોટડા નાયાણી ગામે માઠા પ્રસંગે આવી રહેલા પિતા-પુત્રની રીક્ષા કોઝવે પર પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જવાની દુર્ઘટના ઘટી હતી. ઘટના અંગે તંત્રને જાણ થતાં જ બચાવ ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની સઘન શોધખોળ શરૂ કરી હતી.

 

બચાવ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હડાળાના પાટીયા વિસ્તારમાંથી ૪૦ વર્ષીય પિતા સીરાજભાઈ ખમીશા કાતીયારનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, તેમની સાથે તણાયેલા ૭ વર્ષના માસુમ પુત્રની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તંત્ર દ્વારા માસુમ બાળકને શોધવા માટે વ્યાપક સ્તરે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

(7:46 PM IST)