News of Saturday, 25th July 2026
ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકામાં વિકાસ અન વરસાદ સંદર્ભે સમીક્ષા
રાજકોટ જિલ્લ્લા પંચાયતના પદાધિકારીઓ તાલુકાઓની મુલાકાતે

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા સહિતના પદાધિકારીઓએ ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકામાં સમીક્ષા હેતુથી મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર. (૪.૬)
રાજકોટ, તા., રપઃ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા સરકારની સર્વાંગી વિકાસની નીતિઓ અને ગ્રામ્ય વિસ્તાર ની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે ત્યારે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે અને છેવાડાના લોકો સુધી લાભો પહોંચાડવા માટે આજ રોજ ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નેતળત્વમાં વિસ્તળત સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ હાજર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે વ્યક્તિગત પરિચય મેળવીને મુલાકાત કરી. ત્યારબાદ તાલુકા વિસ્તારમાં વર્તમાન સમયે ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ, પ્રગતિમાન વિકાસ કાર્યો, વહીવટી કામગીરી અને લોકસેવાના કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
આ તકે જિલ્લા પંચાયત પદાધિકારીઓએ તમામ સંબંધિત અધિકારીઓને તાલુકા કક્ષા તેમજ જિલ્લા લેવલના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સ્પષ્ટ અને વ્યવહારુ સૂચનાઓ આપી. વિકાસ કાર્યોને વેગ આપવા, લોકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ કરવા અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગતિ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મિટિંગના અંતે આયોજકો દ્વારા આપવામાં આવેલા સહકાર,સત્કાર અને સન્માન બદલ પદાધિકારીઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને આ પ્રકારે સંકલન મિટિંગોને નિયમિત રૂપે યોજવાની જરૂરિયાત પર પણ ભાર મૂકયો.ગોંડલ ખાતે સંકલન મીટિંગ દરમિયાન લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બાદમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વિસ્તારનાં યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા સાથે જિલ્લા પંચાયતનાં હોદેદારોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સંકલન મીટીંગો દરમ્યાન કોટડાસાંગાણી ખાતે પ્રમુખ સહિત પદાધિકારીઓ ની ટીમે CHC હોસ્પિટલની આરોગ્ય સેવાની ગુણવત્તા તપાસવા સરપ્રાઈઝ વિઝીટ કરી. હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની ચકાસણી, સ્ટાફની હાજરી અને ફરજ નિષ્ઠાની સમીક્ષા, દવાઓ, સાધનો અને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી. ઉપરાંત જિલ્લા ના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે કાર્યરત જિલ્લા પંચાયત પદાધિકારીઓની ટીમ દ્વારા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ અને આગાહીને પગલે જિલ્લા પંચાયત ખાતે કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી. વર્તમાનમાં જિલ્લામાં ચાલી રહેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને સંબંધિત તમામ તાલુકા કક્ષાએ અધિકારીઓને વરસાદથી થતા સંભવિત નુકસાનને અટકાવવા, રાહત કાર્યોમાં ત્વરિત પ્રતિસાદ આપવા તથા જનજીવનને સુરક્ષિત રાખવા માટે વિગતવાર જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સંકલન મિટિંગો દરમિયાન કોટડાસાંગાણી તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખનાં પ્રતિનિધિ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનભાઈ ખાટરીયા,ગોંડલ ખાતે સંકલન મીટિંગ અને શુભેચ્છા મુલાકાત દરમ્યાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા,અગ્રણીઓ પ્રફુલભાઈ ટોળીયા, સહદેવસિંહ જાડેજા, ભાર્ગવભાઈ અંદીપરા, લાલજીભાઈ તળાવિયા, ભરતભાઈ મકવાણા, ભરતભાઈ ચોવટીયા, અશ્વિનભાઈ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામંતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા, શાસક પક્ષ નેતા પ્રતિનિધિ નિકુંજભાઈ કણસાગરા વગેરે જિલ્લાના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
