News of Monday, 21st September 2026
પોરબંદર ડિજિટલ વિઝનને પ્રતિસાદ : ૪પ ટકા મિલકત વેરાની ઓનલાઇન ભરપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.ર૧: પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગરભાઈ મોદી દ્વારા નાગરિકોને વધુ ઝડપી, સરળ, પારદર્શક અને ટેકનોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા ‘સ્માર્ટ પોરબંદર, ડિજિટલ પોરબંદર'ના વિઝનને અપનાવી મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ હાથ ધરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
મેયર શ્રી સાગરભાઈ મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાગરિકોને તેમના મિલકત વેરાના બીલ મોબાઈલ ફોનમાં જ મળી રહે તેવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા શહેરના અંદાજે ૪૦,૦૦૦થી વધુ મિલકતધારકોને તેમની મિલકતના વેરાના બિલ (ડીમાંડ બીલ) હવે સીધા જ તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલી આપવામાં આવતા તેનો નાગરિકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો છે. આ ડિજિટલ સુવિધા શરુ થયાના નાગરિકો દ્વારા કુલ જે વેરાની રકમ ભરપાઈ કરવામાં આવી છે તેમાંથી કુલ ૪૫ ટકા મિલકતધારકોએ પોતાનો વેરો ઓનલાઈન ભરપાઈ કર્યો છે.
આ નવી વ્યવસ્થાના અમલીકરણથી મિલકતધારકોને વેરાનું બિલ લેવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી ખાતે થતા ધક્કા, લાંબી લાઈનોમાં ભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
