<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

નર્મદાની લીંબડી અને વલભીપુર બ્રાંચ કેનાલનું સમારકામ શરૂ : છેલ્લા દોઢ દાયકાથી સમસ્યા ભોગવ્યા બાદ હવે રાહત મળશે

તંત્રની ઉદાસીનતા અને હલકી ગુણવત્તાના કામને કારણે વારંવાર પડતા ગાબડાં હવે ઈતિહાસ બનશે. આ સમારકામથી ખેતીની જમીન બંજર થતી અટકશે અને ખેડૂતોના આર્થિક નુકસાનમાં મોટો ઘટાડો થશે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા દોઢ દાયકાથી જે સમસ્યા ખેડૂતો માટે માથાનો દુખાવો બની હતી, તેનો અંત આવવાની શરૂઆત થઈ છે. તંત્રની ઉદાસીનતા અને હલકી ગુણવત્તાના કામને કારણે વારંવાર પડતા ગાબડાં હવે ઈતિહાસ બનશે. આ સમારકામથી ખેતીની જમીન બંજર થતી અટકશે અને ખેડૂતોના આર્થિક નુકસાનમાં મોટો ઘટાડો થશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 15 વર્ષના લાંબા ગાળા બાદ તંત્ર દ્વારા નર્મદાની લીંબડી અને વલભીપુર બ્રાંચ કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ કેનાલમાં વારંવાર લીકેજ થવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા હતા, જેનાથી ઊભો પાક નાશ પામતો હતો. હાલ કોઠારિયા ગામ પાસે મજબૂત પ્લાસ્ટિક, લોખંડની જાળી અને સિમેન્ટ કોન્ક્રીટ સાથે પાકું પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે આ કામગીરી માત્ર 'થીગડા' સમાન ન રહેતા ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે

(1:31 PM IST)