તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
બગસરામાં બાળ કેળવણી મંદિરના ૯૫મા સ્થાપના દિને 'રેંટીયા બારસ સાંસ્કૃતિક કાર્યક્રમ-૨૦૨૬'નું ભવ્ય આયોજન
લાલચંદ કાકાના બાળમંદિર ખાતે ૭ ઓક્ટોબરે યોજાનારા કાર્યક્રમમાં વિવિધ શાખાઓના બાળકો અને દીકરીઓ દ્વારા રજૂ કરાશે સાંસ્કૃતિક અને કલા કૃતિઓ

બગસરા: બગસરા શહેરની જૂની અને જાણીતી શિક્ષણ સંસ્થા બાળ કેળવણી મંદિર, બગસરાના ૯૫મા સ્થાપના દિન પ્રસંગે 'રેંટીયા બારસ સાંસ્કૃતિક કાર્યક્રમ-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંસ્થા પરિવાર દ્વારા તમામ સ્વજનો અને પરિવારજનોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળ મંદિર, શિશુકુંજ વિદ્યામંદિર, પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો, સ્લમ વિસ્તારમાં ચાલતા સાત શિશુકુંજ કેન્દ્રોના બાળકો તેમજ જનતા કન્યા વિદ્યાલયની બહેનો અને દીકરીઓ દ્વારા વિવિધ કલા કૃતિઓ રજૂ કરવામાં આવશે. બાળકો અને દીકરીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
કાર્યક્રમની વિગત:
* તારીખ અને સમય: તા. ૦૭-૧૦-૨૦૨૬ ને બુધવાર, બપોરે ૩:૦૦ કલાકે
* સ્થળ: લાલચંદ કાકાનું બાળમંદિર, બગસરા (મો. ૯૪૨૬૯ ૬૫૨૩૪)
આ કાર્યક્રમના નિમંત્રક તરીકે નિયામક શિક્ષણ ભારતીબેન ધાંધિયા, શિશુકુંજ પ્રાથમિક શાળાના આચાર્ય જયશ્રીબેન લુણાગરીયા, હોસ્ટેલના આચાર્ય જયશ્રીબેન પરમાર તથા જનતા કન્યા વિદ્યાલય બગસરાના આચાર્યશ્રી શોભનાબેન શેખ સેવા આપી રહ્યા છે. કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે કૌશિકભાઈ ચાવડા (મો. ૮૨૩૮૪ ૬૪૮૪૬) અને રમેશભાઈ રાઠોડ (મો. ૭૦૯૬૧ ૪૬૧૭૪) નો સંપર્ક કરી શકાશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
