તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
બગસરાના મુંજીયાસર ડેમની મજબૂતાઇ વધારવા રીનોવેશન જરૂરી : નિતેષ ડોડીઆ
નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

બગસરા સુધરાઇના પૂર્વ ઉપપ્રમુખ અને બગસરા નાગરિક સહકારી મંડળીના મેનેજીંગ ડીરેકટર નિતેષ આર. ડોડીઆએ મુખ્યમંત્રીને મળી મુંજીયાસર ડેમનું રીનોવેશન કરવા લેખિત-મૌખિક રજુઆત કરેલ તે પ્રસંગની તસ્વીર.
બગસરા, તા. ૧૬ : શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને નગરપાલિકાના સભ્ય નિતેષ આર. ડોડીઆએ મુખ્યમંત્રી અને સબંધિત મંત્રીઓને મળી બગસરા મુંજીયાસર ડેમમાં ગેબીયન પીચીંગ (પથ્થર) પધ્ધતિથી રીનોવેશન કરવા રજુઆત કરેલ છે.
નિતેષ ડોડીઆએ રજુઆતમાં જણાવેલ કે સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ કાચી માટીનો આ ઐતિહારીક વિશાળ મુંજીયાસર ડેમ વર્ષ ૧૯૫૪ માં બાંઘવામાં આવેલ, અને અમરેલી જિલ્લાની સિંચાઈ પેટા વિભાગ-૪, ધારી ના વિભાગ નિચે આવેલ હોય. આ ડેમનોસ્ત્રાવ ક્ષેત્ર ૧૦૧.૭૮ ચો. કિ.મી. છે. આ યોજનામાં ૫૭૦ મી.મી. જેટલો સરેરાશ વરસાદ ગણતરીમાં લેવામાં આવેલ છે. આ યોજના વર્ષ ૧૯૫૯ માં પાણી ભરવાની તથા વર્ષ ૧૯૫૯/૬૦ માં સિંચાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમની સાથે અનેક કેનાલો દ્વારા ડેમની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી કેનાલો દ્વારા ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે. આ યોજનાના આયોજન મુજબ કુલ સિંચાઈ વિસ્તાર (જી.સી.એ.) ૫૪૬૪ હેકટર, ખેતિલાયક સિંચાઇ વિસ્તાર (સી.સી.એ.) ૩૪૮૧ હેકટર અને સિંચાઈશકિત (આઈ.સી.એ.) ૧૭૦૦ હેકટર છે જેની સામે સિંચાઈ શકિત ઉત્પન્ન કરવામાં આવે છે. જેમાં બગસરા તાલુકો, ધારી તાલુકા અને અમરેલી તાલુકાના ૯ ગામોને આ સિંચાઈનો લાભ મળે છે.
રજુઆતમાં જણાવાયું છે. યોજનામાં માટીબંધની કુલ લંબાઈ લગભગ ૪૩૦૦ મીટર છે અને મથાળુ લેવલ ૬૮ મીટર છે અને પહોળાઈ અંદાજે ૧૨ મીટર જેટલી છે. આવા આ ઐતિહાસીક કાચી માર્ટીના ડેમની અવધી લગભગ પુરી થયેલ હોય અને વર્ષ ૧૯૮૨માં વાવાઝોડા દરમ્યાન આ ડેમને નુકશાન થયેલ, તેમ છતા સમારકામ દ્વારા આજ સુધી આ ડેમ અડીખમ છે. આ ડેમના બાંઘકામને ૬૬ વર્ષ થયા છતા હાલની પરિસ્થિતીએ આ ડેમમાં વરસાદી પાણી ભરાતા નદીમાં આનો જળષાાવ થતો હોય જેથી બગસરા નગરપાલિકા દ્વારા વિવિધ યોજનાઓ થકી બગસરા શહેરની ૪૫૦૦૦ જેટલી જનતાની જીવાદોરી સમાન અને ઘર ઘર સુધી પીવાના કાયમીસ્ત્રોતો અવિરત છે. જેથી બગસરા શહેરને લગભગ કયારેય પાણીની કટોકટીનો સામનો કરવો પડેલ નથી. અને ખેતિ માટે સિંચાઈનો પ્રશ્ન પણ ઉદ્ભવેલ નથી. આ ઐતિહાસીક ધરોહર સમા મુંજીયાસર ડેમી ગેબીયન પીચીંગ (પથ્થર)થી રીનોવેશન કરવામાં આવે તો આ ડેમની મજબુતાઈ તથા ડેમની સલામતીને વર્ષો સુધી જીવંતદાન મળી શકે તેમ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
