<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વંથલી-માણાવદર વચ્‍ચેથી પસાર થતા રાજ્‍ય ધોરીમાર્ગને દૂર કરી બાયપાસ રોડ માટે સર્વે કરવા તાંત્રિક અભિપ્રાયનો આદેશ

વોઇસ ઓફ સોરઠના કન્‍વીનર અને પત્રકાર રાકેશ લખલાણીએ પોરબંદર સાંસદ અને કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડોક્‍ટર મનસુખભાઈ માંડવીયાને કરેલી રજૂઆત સફળઃ ડો મનસુખ માંડવીયાએ ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત રાજ્‍ય સરકારે સ્‍વીકારી સર્વે કરવા અને તાંત્રિક અભિપ્રાયનો આદેશ

(વિનું જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૭: જુનાગઢ- પોરબંદર વચ્‍ચેના વંથલી -માણાવદર નગરપાલિકા શહેરોમાંથી રાજ્‍ય ધોરીમાર્ગ આઝાદી બાદ દાયકાઓથી બંને શહેરો ની વચ્‍ચોવચ થી પસાર થઈ રહ્યો છે જેમાં વંથલી અને માણાવદર બંને શહેરો ના ૯૨ થી વધારે ગામડાઓ અને ઘેડ પંથક કુતિયાણા-માંગરોળ-પોરબંદર ના ગામડાના લોકો માટે વંથલી માણાવદર શહેરવચ્‍ચે થી પસાર થતાં સ્‍ટેટ હાઇવે ના કારણે કાયમી ટ્રાફિક સમસ્‍યા ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી રોજબરોજ ખરીદી કરવા માટે , ખેત પેદાશો ની જળસ લે વેચ કરવા, ટ્રેક્‍ટર ઓ ટ્રક રીક્ષા માં રોજબરોજ જવું આવવું પડતું હોય છે ખેતીના ઓજારો ઉપરાંત નાની-મોટી જરૂરિયાતો ને લઈને આ બંને શહેર માંથી પસાર થતાં રોડના કારણે છાસવારે નાના-મોટા અકસ્‍માતો સર્જાતા રહે છે ઉપરાંત હોસ્‍પિટલો, શાળા કોલેજો માં હજારો વિદ્યાર્થીઓ માણાવદર વંથલી જુનાગઢ સહિતના શહેરો માં અપડાઉન કરે છે, ભારે ટ્રાફિકજામ ના કારણે માનવ કલાકો ઉપરાંત ડીઝલ પેટ્રોલ નો મોટો વેવ થતો હોય છે જેમાં લોડીંગ વાહનો કારણે અકસ્‍માતો સર્જાતા રહે છે  જેમાં અનેક નિર્દેશોના જીવ જતા હોય જે અનુસંધાને વોઇસ ઓફ સોરઠના કન્‍વીનર અને પત્રકાર રાકેશ લખલાણીએ આ પ્રશ્નને કાયમી ઉકેલ કરવા માટે પોરબંદરના સાંસદ અને કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો મનસુખભાઈ માંડવીયા ન્‍યુ દિલ્‍હીને તારી ૧૮/ ૭/૨૬ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી જેના પગલે ડોક્‍ટર મનસુખભાઈ માંડવીયાએ હોઈશ ઓફ સોરઠના કન્‍વીનર રાકેશ લખાણી એ શાપુર- સરાડીયા-વાંસ જાળીયા ટ્રેન આ વિસ્‍તારના સર્વાંગી વિકાસ માટે લડત લડી લોકો માટેની ચિંતા કરી છે તે રીતે આ પ્રશ્ન પણ અત્‍યંત જરૂરી હોય તે વાત સ્‍વીકારી ડોક્‍ટર માંડવીયાએ તારીખ ૭/ ૮/ ૨૬ ના પોતાના લેખિત પત્ર દ્વારા તાત્‍કાલિક આ પ્રશ્ન હલ કરવા જણાવતાં તારીખ ૫/ ૯/ ૨૬ ના ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના સેક્‍શન અધિકારી કૌશિક હરખાણીએ રાજકોટ અધિક્ષક ઇજનેર માર્ગ અને મકાન વર્તુળ ને લેખિત પત્ર દ્વારા આ રાજ્‍ય ધોરીમાર્ગને બંને નગરપાલિકાને આજમાંથી દૂર કરી બાયપાસ માર્ગ બનાવવા માટે તાંત્રિક અભિપ્રાય સાથે અહેવાલ રજૂ કરવા સૂચના આપતા રાજકોટ અધિક્ષક ઇજનેર દ્વારા જુનાગઢ મકાન માર્ગ ષ્ટરૂફુ વિભાગને લેખિત પત્ર દ્વારા જાણ કરી તાત્‍કાલિક આ અંગેની સર્વેની કામગીરી કરવા લેખિત પત્ર દ્વારા જણાવ્‍યું છે. 

 આમ દાયકાઓથી અત્‍યંત જરૂરી માણાવદર વંથલી બાયપાસ નો પ્રશ્ન ડો. મનસુખભાઈ માંડવીયા ના પ્રયાસોથી એક ઝાટકે હલ થઈ જતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે

(1:16 PM IST)