News of Saturday, 19th September 2026
ઉપલા દાતારની ઘાર્મિક જગ્યા માં ઘૂંનડા ના સંત શ્રી જયંતીરામ બાપા એ દર્શન કરી ધન્યતા અનુભવી

જુનાગઢઃ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ધુનડા ગામના સતપુરણ ઘામ આશ્રમના મહંત શ્રી જયંતિરામબાપા તેમના અનુયાયો અને સેવકો સાથે પધાર્યા હતા દાતાર બાપુ ના દર્શન કરી અને જગ્યાના મહંત શ્રીભીમ બાપુ પાસેથી ઉપલા દાતારની પરંપરા અને ઉપલા દાતારની જગ્યા ના સેવા કાર્યોની પ્રશંસા કરી હતી મહંત શ્રીભીમ બાપુએ પણ ઉપલા દાતારમાં ચાલી રહેલા આવીરત અંનક્ષેત્ર અને વિશાળ ગૌશાળા અને ભાવિકો ભક્તો માટે દાતારની જગ્યામાં ચાલી રહેલા સેવા કાર્યો ની માહિતી આપી હતી અને જેન્તીરામ બાપા પણ જગ્યાના બઘા વિભાગો જોઈ અને લોકોની જે સેવા થઈ રહી છે તે જોઈ પ્રભાવિત થયા હતા અને દાતાર બાપુ ના દર્શન કરી ત્યાં પ્રસાદ લીધો હતો આટલી ઉંચાઈ ઉપર આવી સુંદર ગૌશાળા અને અવિરત અંન ક્ષેત્ર ચલાવવું એ દાતાર બાપુની કળપા જ હોઈ શકે અને ભીમ બાપુને શુભેચ્છા પાઠવી હતી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
