<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ગીરમાં સિંહો માટે રાહતના સમાચાર :છેલ્લા ૩ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં : વન મંત્રી

સિંહોની સુરક્ષા સર્વોચ્‍ચ અગ્રતા,પરિસ્‍થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમા : અર્જુનભાઈ મોઢવાડિયાઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમો ખડેપગે : જામવાળા, બાબરિયા અને જસાધાર કેન્‍દ્રોની રૂબરૂ સમીક્ષા બાદ વન મંત્રીએ પશુચિકિત્‍સકો અને ફિલ્‍ડ સ્‍ટાફની કામગીરીને બિરદાવી

(દિપક કકકડ-વિનુ જોશી દ્વારા) વેરાવળ-જુનાગઢ તા.૧:  એશિયાઈ સિંહોમાં જોવા મળેલા વાયરસ સંક્રમણને લઈને ચિંતાજનક માહોલ વચ્‍ચે ગીરમાંથી રાહતના સમાચાર આવ્‍યા છે. વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીર વિસ્‍તારની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્‍થિતિની સમીક્ષા કરી અને જણાવ્‍યું કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મળત્‍યુ નોંધાયું નથી. હાલ પરિસ્‍થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.

વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામવાળા રેસ્‍કયુ સેન્‍ટર, બાબરિયા વન વિસ્‍તાર અને જસાધાર એનિમલ કેર સેન્‍ટરની રૂબરૂ મુલાકાત લઈને સ્‍થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ, પશુચિકિત્‍સકોની ટીમો અને ફિલ્‍ડ સ્‍ટાફ સાથે વિસ્‍તળત બેઠક યોજીને ચર્ચા-વિચારણા કરી અને કામગીરીની સમીક્ષા કરી.

સમીક્ષા બાદ પત્રકારો સાથે વાત કરતા મંત્રી અર્જુનભાઈ

 મોઢવાડિયાએ જણાવ્‍યું કે, ૅવન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવ્‍યા હોવાના કારણે હાલ પરિસ્‍થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. રાહતની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સંક્રમણથી એકપણ સિંહનું મળત્‍યુ થયું નથી.ૅ

    વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું કે, ૅકોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે સાવચેતીના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્‍ણાતો અને ફિલ્‍ડ સ્‍ટાફની વિશેષ ટીમો ચોવીસે કલાક કાર્યરત છે અને સિંહોના આરોગ્‍ય પર ઝીણવટભરી નજર રાખી રહી છે.ૅ

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું કે, ૅમુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્‍ય સરકાર અને વન વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છે. સિંહોની સુરક્ષા એ અમારી સર્વોચ્‍ચ અગ્રતા છે.ૅ

ગીરના જંગલોમાં સિંહોની ગર્જના આવનારી પેઢીઓ સુધી અવિરત રહે તે માટે દિવસ-રાત જોયા વગર કામ કરી રહેલા વન વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પશુચિકિત્‍સકો અને ફિલ્‍ડ પર કાર્યરત ટીમોના સમર્પણ અને અવિરત મહેનતને વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ બિરદાવી હતી. 

 

(1:00 PM IST)