તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
દિવસે ગરમીથી રાહત અને શિયાળાની શરૂઆત કયારે?
પસાર થઇ રહેલા એક બાદ પાછળ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબુત હોઇ તે કાશ્મિર સહિત હિમાલય વિસ્તારોમાં ભારે બરફ વર્ષા વરસાવશે ઉત્તરના પવનો શરૂ થયે આ માસના મધ્યે રાત્રિ સમયે શિયાળાનો પ્રારંભ થઇ પછી દિવસે પણ ગરમીથી રાહતની સંભાવના છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૮ :.. અલ નિનોની અસર હજુ ફેબ્રુઆરી સુધી રહેવાની હોઇ, વૈશ્વિક સ્તરે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેમાંથી આપણે પણ બાકાત રહ્યા નથી.
એસઆઇએન યુ-ટયુબ ચેનલ કે જે નાસા સાથે ડાઉન લિન્કડ હોઇ, સ્પેસ દ્વારા પૃથ્વી પર ધુમરાઇ રહેલા ચક્રાવાતોની લાઇવ વિડીયો તાજેતરમાં જ અપલોડ કર્યો છે. જેમાં પ્રશાંત તથા પેસિફિક મહાસાગરોમાં ધુમરાઇ રહેલા પાંચ જેટલા વાવાઝોડાઓને એક વિડીયોમાં તારીખ સાથે દેખાડયા છે. જેમાં કેટલાક વાવાઝોડા હાલ પણ ધુમરાઇ રહ્યા છે. જે પૈકી હરિકેન નોલો, હરિકેન રાચેલ, ટાયફૂન ચોઇ-વાન મુખ્ય છે. નોલો વાવાઝોડું તો હરિકેન માંથી ટાયફુન નોલો બની ચુકયુ છે. વૈશ્વિક સ્તરે આ વાવાઝોડાઓનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, આપણે ચોમાસુ શરૂ થયુ અને હવે વિડ્રોલ થઇ રહ્યુ છે ત્યાં સુધીમાં એકપણ સિસ્ટમ વાવાઝોડુ બની શકી નથી. આ વિચિત્રતા અલ નિનોની અસરના કારણે છે.
હવે આ માસના મધ્યે બંગાળની ખાડીમાં ઉદ્્ભવનારી સીસ્ટમ વાવાઝોડુ બને છે કે કેમ ? તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે ત્યારે હાલની ઉનાળા જેવી ગરમીથી કયારે છૂટકારો થશે? એ હાલ વધુ ચર્ચાતો વિષય હોઇ, તે અંગે આઇ એમડીના ટેન ડેઝ ફોર કાસ્ટ મોડેલ મેપ્સનો આધાર લઇએ તો હાલ એક પછી તૂર્ત બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની પાછળ આવશે જે કાશ્મિર સહિત હિમાચલ પર્વત માળામાં ભારે બરફ વર્ષા વરસાવશે. અને જયારે પવનોની દિશા બદલાઇને ઉત્તર તરફના પવનો ગુજરાત તરફ આ માસના મધ્યભાગથી શરૂ થતાં જોવા મળે છે. ઉત્તરના આ ઠંડાગાર પવનોની ૧પ ઓકટોબર બાદ રાત્રીના ભાગે શિયાળાનો પ્રારંભ થઇ જશે. અને આ કારણે દિવસના તાપમાનમાં પણ થોડો ઘટાડો થતો હોઇ, હાલની અસહ્ય ગરમીમાંથી સપ્તાહાંતે મૂકિત મળી શકે તેવી સંભાવના રહે છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
