<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જેલમાંથી છૂટી જાહેરમાં બિયર સાથે જન્‍મદિવસની ઉજવણી કરી રીલ વાયરલ કરીઃ પશ્ચિમ કચ્‍છ પોલીસે કરાવ્‍યું કાયદાનું ભાન

ગાંજા અને દારૂ, હથિયાર બંધીના કેસમાં ઝડપાઈ ચૂકેલા કુખ્‍યાત ગુનેગારનું કૃત્‍ય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૦: ભુજમાં પારસ રમેશગર ગુંસાઈએ જાહેરમાં કાર ઉપર કેક કાપી હાથમાં બિયરની બોટલ લઈ બિયર પી તેનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરી ચકચાર સર્જી હતી. જાણે પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ દારૂબંધીના કાયદાની મજાક ઉડાવતો આ વીડિયો લોકોમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો હતો. જોકે, પોલીસનું ધ્‍યાન પડતા જ પヘમિ કચ્‍છ એલસીબીએ પારસ રમેશગર ગુંસાઈને ઝડપી કાયદાનું ભાન કરાવ્‍યું હતું. ભુજના લોટસ કોલોની વિસ્‍તારમાં રહેતા આરોપી પારસ વિરુદ્ધ ગાંજા, દારૂ અને હથિયાર બંધીનો કેસ થઈ ચૂક્‍યા છે. તે હાલ જ જેલમાંથી છૂટ્‍યો છે. પોલીસે તેની સાથે રહેલા બીજા આરોપી અજય લોહરા ની પણ તપાસ હાથ ધરી છે.

(10:09 AM IST)